Main Menu

મોરબી સિરામિક એસોસિએશન ના પ્રમુખ ની મોરબી ની જનતા ને અપીલ

દિવાળી નો પર્વ છે એટલે ઉત્સાહ અને ઉલ્લાસ થી ઉજવણી કરીયે તે બરાબર છે પરંતુ ગત વરસે રવાપર રોડ ઉપર જે રીતે રોકેટ અને ઉંદરડી ને ખુલ્લા છોડી અને ફટાકડા ફોડેલ તે ખરેખર માનવતા મુકી ને રાક્ષસી પ્રવૃતિ કરતા હોય તેવો અહેસાસ બધાને થતો હતો અને પરીણામ સ્વરૂપે એક નાનકડો ખુશખુશાલ પરીવાર ને આ રોકેટ થી મોટરસાયકલ મા અકસ્માત થતા એક દીકરી ગંભીર રીતે જીવનમૃત્યુ ની વચ્ચે રહેલ ત્યારે આપણી બધાની નૈતિક જવાબદારી છે કે આવી પ્રવૃતિ કરનાર ને સખત રીતે ઘચકાવી ને ઘેર ભેગા કરવા અને જરૂર પડ્યે પોલીસ ને જાણ કરવી . આજે રવાપર રોડ ઉપર આવી પ્રવૃતિ ના થાય તે માટે દરેક યુવા વર્ગ ને અમારી નમ્ર અપીલ છે કે આપ આવા તોફાન રોડ ઉપર ના કરશો આપ ને મજાક મસ્તી કરવી જ હોય તો ગામ થી દુર કરવા ચાલ્યા જશો આપણને કોઇની જીંદગી દેવાની તાકાત નથી તો કોઇની જીંદગી લેવાનો પણ અધીકાર નથી તો મહેરબાની કરીને આપણે આવી પ્રવૃતી થી દુર રહેશુ સાથોસાથ લોકોની સુરક્ષાની જવાબદારી સમજી ને વહીવટી તંત્ર અને પોલીસ ડીપાર્ટમેન્ટ આવા કૃત્ય કરનાર ને રોકી ને તેમને સજા આપે તેવી અમારી લાગણી છે . ફરીથી બધાને દિવાળી તેમજ નવા વર્ષ ની શુભકામનાઓ અને સલામતી સાથે દિવાળી ની ઉજવણી કરીયે તેવી મોરબી સિરામિક એસોસિએશન ના પ્રમુખ નિલેશ ભાઈ જેતપરિયા એ મોરબી ની જનતા ને અપીલ કરી છે
મોરબી
દેવમુરારી મયંક