Main Menu

ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી માંડવી પોલીસ

મે. પો.અધિ. સાહેબ પ.ભુજ-કચ્છ નાઓની સુચના થી અને મે. ના.પો.અધિ.સા ભુજ-વિભાગ ભુજ-કચ્છ માર્ગદર્શન હેઠળ તથા પો.ઈન્સ. એમ.જે.જલુ સા. ની સુચનાથી દારૂની હેરા-ફેરી અને વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી કેશો કરવા સુચના કરેલ જે મુજબ આજ રોજ માંડવી પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. શ્રી એન.બી.ઝાલા સા. તથા એ.એસ.આઇ. દીપસિંહ એલ સોઢા તથા પો.હેડ.કોન્સ. નવીનભાઇ પટેલ તથા પો.કોન્સ. સુરજભાઇ વેગડા વિગેરે પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. નવીનભાઇ ને મળેલ બાતમી આધારે નાની-ખાખર ગામમા આવેલ સરકાર શાળાની બાજુમા આવેલ ખંડેર મકાનમા પ્રોહી અંગે. રેઇડ કરતા આરોપી યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે. નાની-ખાખર તા.માંડવી વાળાના કબ્જામાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૫૬ કી.રૂા. ૬૨,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ અને રેઇડ દરમ્યાન આરોપી હાજર નહી મળી આવેલ હોઇ જેના વિરૂધ્ધ એ.એસ.આઇ. દીપસિંહ એલ સોઢા એ પ્રોહિ. કલમ ૬૫-એઇ મુજબ ધોરણસર થવા ફરીયાદ આપેલ છે. અને આ કામેની આગળની તપાસ પો.સબ.ઇન્સ. એન.બી.ઝાલા સા નાઓ ચલાવી રહ્યા છે.

દિનેશ કાઠેચા ભચાઉ