Main Menu

ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસ ભચાઉ ના તાલુકા હેલ્થ ઓફિસર ડો સિંઘ સાહેબ ના નેજા હેઠળ વોધ ગામ ના કુલદિપ સામત રબારી ઉમર 1 વર્ષ ને જન્મ થી જ હદય મા કાણું હતુ

તાલુકા હેલ્થ ઓફિસ ભચાઉ ના તાલુકા હેલ્થ ઓફિસર ડો સિંઘ સાહેબ ના નેજા હેઠળ વોધ ગામ ના કુલદિપ સામત રબારી ઉમર 1 વર્ષ ને જન્મ થી જ હદય મા કાણું હતુ અને જેમની વિઝિટ આરોગ્ય કર્મચારી એવા આરોગ્ય કાર્યકર દેવરખીભાઈ ભાટીયા ફિમેલ હેલ્થ વર્કર રતનબેન સોલંકી ANM ગીતાબેન આહીર દ્વારા કરવામા આવી અને તેમના બાળકો ને તકલીફ જણાતા તેમણે આરબીએસકે ડો વિજય કાપડીયા ને જાણ કરી તેમણે રીફર સરકારી હોસ્પીટલ ભુજ કરેલ જેમા હદય મા કાણું આવતા વોધ ના આરોગ્ય સ્ટાફ દ્વારા એમને સમજાવી જીલ્લા આરોગ્ય વિભાગ માથી મજુરી લઈ ને અમદાવાદ સિવિલ હોસ્પિટલ મા મોકલેલ અને તેમના દ્વારા ઓપરેશન માટે મજુરી લઈ ને ઓપરેશન કરાવેલ જેમનો લગભગ 3 થી 4 લાખ ખર્ચ થતુ હોય છે જે સરકાર બાળ રોગ યોજના હેઠળ બિલકુલ ફ્રી મા ઓપરેશન કરાવી આજે એમના માતા પિતા ને ખુબ જ હરખ ની લાગણી અનુભવે છે તેમજ તે બાળક અત્યારે ખુબ જ તંદુરસ્ત છે તેમજ તેમના માતા પિતા દ્વારા લોકો ને સરકારી યોજનાનો લાભ લેવા સહુ તકલીફ વાળા બાળકો ના માતા પિતા ને લાભ લેવા અનુરોધ કરી રહયા છે અને આરોગ્ય સ્ટાફ અને ખાસ આરોગ્ય કાર્યકર ભાઈ નો આ બાબત મા ખુબ જ સપોર્ટ મળયો છે જે પ્રશશાને પ્રાત્ર છે.

રીપોટર
દિનેશ કાઠેચા ભચાઉ