Main Menu

ભચાઉ શહેર નો ખુબજ જટિલ પ્રશ્ન હતો જે ભૂકંપ માં લોકોના મકાન પડી ગયા હતા છતાં પણ આજ દિન સુધી નગરપાલિકા ના રેકર્ડ માં પાણી વેરા , મકાન વેરા વગેરે આજ દિન સુધી ચડત ચાલુ હતા

ભુકંપ બાદ ઘણા લોકો કામ ધંધા અર્થે મુંબઇ ખાતે રહેવા ગયેલ તેથી આજ દિન સુધી તેમના આ બધા વેરા નગરપાલિકા માં મોટી રકમ માં બાકી બોલતા હતા તે વેરા રદ કરવા માટે નો ઠરાવ કરેલ ત્યારબાદ ગઈ કાલ તા 8/9/2018 ના રોજ આવા પ્રશ્ન ધરાવતા લોકો ની અરજી સ્વીકારવા મુંબઇ ખાતે કાર્યક્રમ રાખેલ ત્યાં ભચાઉ વિશા ઓસવાળ સમાજ દ્વારા પ્રશ્ન હલ કરવા બાબત મારુ અને અમારી ટિમ નું સન્માન કરવામાં આવ્યું.
ભચાઉ થી મારી સાથે શ્રી વિકાસભાઈ રાજગોર તથા નગરપાલીકા ના કર્મચારી મિત્રો હાજર રહ્યા હતા.

ભચાઉ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ક્રોસ કરવા બ્રિજ ચડી ને ક્રોસ કરવું પડતું તેથી મોટી ઉંમર ના લોકો તથા મહિલા ઓ ને ખુબજ તકલીફ થતી તે માટે પણ રેલવે સ્ટેશન બ્રિજ ની બંન્ને બાજુ લિફ્ટ બેસાડવા નગરપાલિકા તરફ થી ઠરાવ કરેલ , હાલે રેલવે તરફ થી મંજૂરી મળી જતા વિશા ઓસવાળ સમાજ તરફ થી જો નગરપાલિકા ની ગ્રાન્ટ રેલવે પરિમાઇસીસ માં વાપરી ના શકાય મંજૂરી ના મળે તો સમગ્ર વાગડ વિશા ઓસવાળ સમાજ 50 લાખ જેવુ ભંડોળ ભેગું કરી લિફ્ટ નાખી આપશે તેવી ખાતરી આપી. તથા શહેર ના વિકાસ માટે સદાય મદદરૂપ થવા તત્પર રહેશે તેવો વિશ્વાસ આપ્યો. સર્વે નો હદય પૂર્વક ખૂબ ખૂબ આભાર કુલદીપ સીહ વિરેન્દ્ર સીહ જાડેજા પમુખ શ્રી ભચાઉ નગરપાલિકા
દિનેશ કાઠેચા