Main Menu

પહેલા નોરતે કાગવડથી ખોડલધામ પદયાત્રા, સૌરાષ્ટ્રમાં માતાજીથી આરાધના સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમશે

આજથી નવલા નોતરાતનો પ્રારંભ થઇ ગયો છે. સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માતાજીની આરાધના થશે અને રાત્રે પ્રાચીન-અર્વાચિન ગરબા સાથે ખૈલાયાઓ ગરબે ઝુમી ઉઠશે. પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલઘામ મંદિરે નવ દિવસ માતાજીના દર્શન કરવા ભક્તો ઉમટી પડશે. આજે પહેલા નોરતે કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા યોજવામા આવી હતી. જેમાં મોટી સંખ્યામા ભક્તો ઉમટી પડ્યાં હતા.

રિપોર્ટર. મહેન્દ્ર આયલાણી રાજકોટ