Main Menu

રાજુલા શહેરમાં અનોખા પાર્ટી પ્લોટનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. અહીં જય માતાજી યુવા ગ્રુપ દ્વારા મહિલા પાર્ટી પ્લોટનું આયોજન કરવામાં આવે. છે

આ વર્ષે 7માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અહીં તારીખ 10થી નવરાત્રીનો આરંભ થાય છે. ત્યારે ખેલૈયાઓ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીં મહત્વની વાત તો એ છે અહીં માત્ર યુવતીઓ અને મહિલાઓ માટે જ આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં કોઈ યુવાનોને પ્રવેશ મળતો નથી. જેના કારણે આ પાર્ટી પ્લોટને ભવ્ય સફળતા મળી છે. જો કે અહીં 10 દિવસ દરમિયાન સાધુ સંતો સહિત રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારી, ઓફિસરો પણ અહીં ઉપસ્થિત રહે છે. અને રાજુલા શહેરમાં આવેલ ગોકુળ નગર, શ્રીજી નગરમાં આવેલ પ્લોટ વિસ્તારમાં આ આયોજન કરવામાં આવે છે. અને નવરાત્રીમાં સિંગરો પણ સૌરાષ્ટ્રના નામાંકિત જોવા મળે છે. સાથે સાથે અહીં નવરાત્રીના ગ્રાઉન્ડમાં બીજા નોરતાથી ગ્રાઉન્ડ ફૂલ થાય છે. જેના કારણે ખૂબ ખેલૈયાઓની ભીડ જામે છે. અને લોકોનો ઉત્સાહ પણ વધે છે. . ત્યારે યુવા વર્ગમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. અને આ પાર્ટી પ્લોટની ઓળખ રાજુલા શહેરીજનોએ સેફટી નવરાત્રી તરીકેની આપી છે. એટલે આ પાર્ટી પ્લોટને લોકો હવે સેફટી નવરાત્રી કહે છે. સાથે સાથે રાજુલા જાફરાબાદ પીપાવાવ સહિત ઉદ્યોગગૃહમાંથી પણ અહીં ખેલૈયાઓ મોટી સંખ્યામાં આવી અવનવા સ્ટેપ સાથે ગરબાની રમઝટ બોલાવે છે.

રીપોટર.. સિધ્ધરાજસિહ રાણા રાજુલા