Main Menu

માંગરોળના બંદરઝાંપા વિસ્તારમાં નગરપાલિકાના ત્રણ સફાઈ કમઁચારીઓને જાતિ પ્રત્યે અપમાનિત કરી આઠ શખ્સોએ માર માયાઁની ફરીયાદ નોંધાઈ છે. બનાવ બાદ યુવાનોને હોસ્પિટલમાં સારવાર અથેઁ ખસેડાયા હતા. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માંગરોળ બંદરે બઈ વિસ્તારમાં ઘન કચરો ઠાલવી રોજમદાર કમઁચારીઓ હિતેષ ચંદુભાઈ ગોરીયલ, પરેશ દામજીભાઈ પરમાર તથા ઉમેશ લાલજીભાઈ જેઠવા ટ્રેકટરમાં બપોરે દોઢ વાગ્યે પરત ફરી રહ્યા હતા. એ સમયે બંદર દરવાજાના વળાંક પાસે ટ્રેકટરની સાઈડમાંથી મોટરસાયકલ(જીજે૧૧એજી ૭૮૯૭)માં પસાર થઈ રહેલા ઈમરાન નામના શખ્સે બાઈક પાછી વાળી “મારી સામે કેમ જુએ છે ” કહી ભુંડી ગાળો આપી હિતેષને ઝાપટો મારી હતી. ત્યારબાદ અન્ય સાત મુસ્લિમ શખ્સોએ એકસંપ કરી ત્રણેય યુવાનોને મુંઢ માર માયોઁ હતો. આ દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલા ખારવા શખ્સે આ ત્રણેય યુવાનોને લીમડાચોક સુધી મુકી ગયા બાદ સારવાર અથેઁ સરકારી દવાખાને પહોંચ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ, વિ.હિ.પ.ના આગેવાનો તથા વાલ્મિકી સમાજના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા. પોલીસે આઈપીસી કલમ ૩૩૨, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૮ તેમજ એટ્રોસીટી હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દિવસ દરમ્યાન સતત ટ્રાફિકવાળા આ વિસ્તારમાં અવારનવાર ઘષઁણના બનાવો બનતા હોય, અહીં બે પોલીસકમીઁ ફાળવવા પણ માંગ ઉઠી છે.

અનિષ ઞૌદાણા..માંઞરોલ