Main Menu

માંગરોળ કામનાથ રોડ પર નવી પોલીસ ચોકીનું ઉદઘાટન કરવામાં આવ્યું સાથે નવી પોલીસ ચોકીમાજ લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું..

જૂનાગઢ ની માંગરોળ પોલીસ સતત સુરક્ષા,સેવા કાર્યમાં પ્રયત્નશીલ છે અને અનેક ગુનાઓને નાથવા માટે કાર્યરત છે, પ્રથમ માંગરોળ ને સિસિટીવી કેમેરાથી સુરક્ષિત કર્યા બાદ આજે એક નવતર પ્રયોગ તરીકે માંગરોળ કામનાથ રોડ પર નવી પોલીસ ચોકીનું બનાવવા આવેલી જેમનું ઉદ્ઘાટન આજે જૂનાગઢ ના એસ.પી. સૌરભ પારધી સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું હતું, અને આ પોલીસ ચોકીને લોક સુરક્ષા અને લોકહિત માટે ખુલી મુકવામાં આવી હતી અને આ પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી છે અને આ સાથે આજ પોલીસ ચોકીની અંદર લોકદરબાર યોજવામાં આવ્યો આ લોક દરબારમાં લોકોની સમસ્યાઓ અને લોકોના પ્રશ્નને વાચા આપવામાં આવી હતી, જેમાં લોકોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા વેપારી મંડણ અને લોકો એ વિવિધ સમસ્યાઓ પોલીસ અધિક્ષક ને જણાવી હતી નવા કરવા પડતા સુધારા વધારા અને ટ્રાફિક ને લગતા પ્રશ્નો પોલીસ અધિક્ષક સમક્ષ મુક્યા હતા અને આ સર્વે પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે થાય એવી લોક માગો કરી હતી,જુનાગઢ એસ.પી. એ સર્વે પ્રશ્નોનું ઓબઝરવેશન કરી નોંધ લીધી હતી,લોકોને પોલીસ ની તુરંત મદદ મળી રહે ગુનાકીય પ્રવૃત્તિને રોકી શકાય,કાયદાનો અમલ અને સુરક્ષા મામલે પોલીસ સતત લોકોની સાથે છે, એવો દ્રઢ વિશ્વાસ આપ્યો હતો, આ સમગ્ર કાર્યક્રમમાં જૂનાગઢ ના એસ.પી. સૌરભ પારધી સાહેબ,રવી તેજા સાહેબ,માંગરોળ પી.એસ.આઈ. આર.આર ચૌહાણ સાહેબ,પોલીસ સ્ટાફ માંગરોળ નું વેપારી મંડળ, માગરોલની જનતા અને સમગ્ર પોલીસ સ્ટાફ ખડે પગ રહ્યો હતો..

રીપોર્ટર
અનિષ ઞૌદાણા
માંઞરોલ