Main Menu

સુરત ધાબા પર સૂતી સગી ભાણી પર મામાની દાનત બગડી

સુરતના સરથાણામાં મામાએ ભાણી સાથે એવું કૃત્ય આચર્યું કે જાણીને પગતળેથી જમીન સરકી જાય. અહીં એક 14 વર્ષની કિશોરીને તેના સગા મામાએ હવસનો શિકાર બનાવી છે. આ અંગે પોલીસમાં ફરિયાદ થતાં મામાની ધરપકડ કરાઇ વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સરથાણામાં 24 વર્ષના નરાધમ મામાએ તેની બહેનની જ દીકરી એટલે કે સગી ભાણી પર દુષ્કર્મ આચર્યું હતું. પરિવાર જ્યારે રાત્રે ઉંઘી રહ્યા હતો ત્યારે સુનિલ નામના યુવકે તેનો ફાયદો ઉઠાવી ભાણીને પીંખી નાંખી. આ અંગેની જાણ તેની માતાને કરતા સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટયો હતો.

રિપોર્ટર. મુકેશ સાકળીયા