Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

મોરબીના પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતીયાના સઘન પ્રયત્નથી માળિયા બ્રાન્ચ કેનાલમાં જુના ઘાટીલા સુધી પાણી પહોંચ્યું ઝડપથી કુંભારીયા ખાખરેચી પહોંચશે

માળીયા પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા માન. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાથે તા. 24.11.18 શનિવારના રોજ કરેલ મુલાકાત બાદ અને માળિયા બ્રાન્ચ કેનાલના અધિકારીઓને મળેલ સૂચના બાદ

ઢાંકીથી પાણી છોડવાના લેવલમાં વધારો કરવામાં આવ્યો છે તથા માળિયા તાલુકામાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી પહોંચાડવા અભિયાન આદરવામાં આવ્યું છે.

કિ. મી. 0.00 થી કિ. મી. 70.00 તથા કિ. મી.70.00 થી કિ. મી. 93 ના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ચાલતી બકનળીઓ બંધ કરવા, પાણીચોરી અટકાવવા, તમામ ડિસ્ટ્રીબ્યુટરી બંધ કરાવવા, એસ આર પી અને પોલીસનું સઘન રાત દિવસ પેટ્રોલિંગ કરાવવા કાંતિભાઈએ સૌરાષ્ટ્ર શાખા નહેરના અધિકારીઓ સાથે તથા જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરી છે

હાલમાં પાણી છોડવાનું 2.60 મીટર લેવલ
મેન્ટેઈન કરવામાં આવતા સિંચાઈનું પાણી જુના ઘાંટીલા સુધી પહોંચી ગયેલ છે જે ટૂંક સમયમાં કુંભારીયા ખાખરેચી અને આગળ પહોંચશે.

રીપોટર મયંક દેવમુરારી મોરબી

Related posts

જૂનાગઢ વન વિભાગનો મહત્વનો નિર્ણય

Girvansingh Sarvaiya

માંગરોળ ના સેપા સેપા ગામ માંથી માસ નો જથ્થો મળી આવ્યો

Girvansingh Sarvaiya

બાબરા માં લોકરક્ષક દળની પરિક્ષા મુદ્દે વિરોધ જોવા મળ્યો હતો કોંગ્રેસ તથા આઇટી સેલ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું.

Girvansingh Sarvaiya

23 ટિપ્પણીઓ

ટિપ્પણી મૂકો