Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

જૂનાગઢ ના માંગરોળ તાલુકામાં માંગરોળ માંથી પસાર થતા દ્વારકા સોમનાથ ફોર લેન હાઇવે ઉપર માંગરોળ ના બાયપાસ અને કામનાથ ચોકડી પર મંજુર થયેલ બ્રીઝ બનાવવા બાબતે મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું

જૂનાગઢ ના માંગરોળ ના બાયપાસ ચોકડી અને કામનાથ રોડ ચોકડી પાસે અમુક વિધ્ન સંતોષી લોકોએ પોતાના સ્વાર્થને લઈ વાંધાઓ લીધેલા અને અહીં ઓવર બ્રિજ ના બને એવા વાંધાઓ ના લીધે બ્રિજ બનવાની પ્રક્રિયા પર રોક લાગી જવા પામ્યો હોય આવી બાબત ની ગીર -નાઘેર નેચરલ વેલ્ફ ફાઉન્ડેશનના ધ્યાને આવતા લોક ઉપયોગી અને લોક હિતને ધ્યાને રાખીને આજે

માંગરોળ મામલતદાર ને ઓવર બ્રિજ બને અને લોકો ને ઉપયોગી આ કામ થાય એવી આવેદન આપીને માંગ કરી હતી,

માંગરોળ બાયપાસ ચોકડી અને કામનાથ રોડ એવા લોકેશન છે કે જ્યાં અવાર નવાર અનેક વાહનો પસાર થાય છે અને અનેક એક્સિડન્ટલી બનાવો પણ બનતા રહેછે, જો ઓવર બ્રીઝ બનેતો ટ્રાફિક ના પ્રશ્નો ને પણ નિવારી શકાય તેમ છે આ રોડ પર થતા અવાર નવાર એકક્સિડેન્ટ ના બનાવો નું પણ કાયમી નિરાકરણ લાવી શકાય તેમ છે ,વધુમાં આ લોકેશન પર સ્કૂલો અને શાળા કોલેજો આવેલી હોય અને અહીંથી વિદ્યાર્થીઓની પણ મોટી સંખ્યામાં રોજની અવર જવર થતી હોય જે સઘળી બાબતોને ધ્યાનમાં રાખતા અહીંના

લોકેશનોમાં ઓવર બ્રીઝ બને તો એ પ્રજાના હિત માટે હશે અને ઘણી ખરી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો હલ હશે તો આ બ્રીઝ ને મંજૂરી મળે અને અહીં ઓવર બ્રિઝ નું નિર્માણ થાય એવું નેચરલ વેલ્ફ ફાઉન્ડેશન ના સભ્યોએ અને આજુ બાજુના ગામના સરપંચો સભ્યો એ મામલતદાર ને રજુઆત કરી
હતી..

વધુમાં જણાવ્યું હતું કે આ બ્રિઝ સાથે અનેક નાના નાના ગામડાઓ જોડાયેલા છે કેમ કે અહીંના રસ્તાઓથીજ તેમની અવર જવર થાય છે તો આ બ્રીઝ બને એ માટે આજે દરેક ગામના સરપંચો સહિત લોકો પણ જોડાયા હતા અને ઓવર બ્રીઝ બનવાના કામને લોક હીત માટે મંજૂરી મળે અને વિઘ્ન સંતોસી લોકોની કોઈ પણ અરજીઓ ધ્યાને ન લેવાય એવી રજુઆત પણ આજે આવેદન આપીને માંગરોળ મામલતદાર ને કરવામાં આવી હતી

રીપોર્ટર
અનીશ ગૌદાણા
માંગરોળ

Related posts

જુનાગઢ માગરોળ, એસ એસ સી આઈ દ્રારા સિક્યુરિટી,સુરક્ષા ગાર્ડ બે રોજગાર ભરતી ટ્રેનીંગમા ઉમેદવારો દ્રારા હોબાળો, મચાવવામાં આવ્યો હતો જાહેરાતમા દર્શાવ્યા પ્રમાણે ભરતી ન થતી હોવાના આક્ષેપ સાથે ભરતી કેમ્પમાં આવેલા ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હોબાળો, ફી વસુલાત અને ટ્રેનિગના નામે માતબર રકમ વસુલવા સામે પણ ઉમેદવારોએ નારાજગી દર્શાવી

Girvansingh Sarvaiya

એક રાજપૂત (ક્ષત્રિય) ધારે તો શુ ન કરી શકે… આ વાત નુ ઉદાહરણ છે કચ્છ જીલ્લા રાજપૂત (ક્ષત્રિય) સભા ના પ્રમુખશ્રી અને માંડવી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા.

Girvansingh Sarvaiya

માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના હસ્તે આરતી

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો