Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

રાપર નગર પાલીકા નો પૂર્વ કાઉન્સિલર હરેશ નામોરી રાઠોડ ઝડપાઇ ગયો

રાપર નગરપાલિકા ના પૂર્વ કાઉન્સિલર હરેશ નામોરી રાઠોડ દ્વ્રારા ખોટા લિવિંગ સર્ટી માં છેડછાડ અને ખોટા પુરાવાઓ રજૂ કરી ને 420 ના વિવિધ કલમો તળે ઘણા સમય થી નાસ્તો ફરતો કાઉન્સિલર ને આજે અમદાવાદ ની સોલા પોલીસે રાપર પોલીસ ને સાથે રાખી ને ઝડપી પાડ્યો હતો જેને આજે મોડી સાંજે રાપર થી અમદાવાદ ના સોલા પોલીસ મથકે રાપર થી ધરપકડ કરી ને અમદાવાદ ખાતે રવાનો કરાયો હતો.ઉલ્લેખનીય છે કે હરેશ નામોરી ઉપર રાપર પોલીસ મથકે પણ અગાઉ આત્મવિલોપન ની ધમકી માં અટક કરાયેલ હતી. જેમાં તે વખતે તો મેજિસ્ટ્રેટ ની ખુરસી પાછળ પણ દોડી ને સંતાઈ ગયો હતો તો આરોપી ભુજ કલેકટર કચેરી ખાતે પણ રાપર નગરપાલિકા વિરુદ્ધ અનેક અરજીઓ કરેલ છે.તો રાપર પોલીસ સામે પણ સુપ્રીમ કોર્ટ ખાતે ખોટી અરજી કરેલ હતી અને રાપર ખાતે થી પોતે પરિવાર સહિત લાપતા બન્યો હતો તો ભુજ કલેકટર ના હુકમ નો પણ અનાદર કરી ને આવતી કાલે નગરપાલિકા ની દુકાનો નો બળજબરી થી કબજો લેવાનો હતો.અને તેના માટે પોલીસ કને થી રક્ષણ પણ આજે માંગ્યું હતું.જેમાં આજે અચાનક સોલા પોલીસે ધરપકડ કરતાં રાપર નગરપાલિકા ને પણ રાહત થઈ હતી.

રીપોટર દિપુભા જાડેજા રાપર

Related posts

એક હજાર બાળકો એ બટુકભોજન કરાવવા મા આવ્યુ

Girvansingh Sarvaiya

વધુ બે વ્યકિતઓને પાસા હેઠળ ધકેલતી પશ્ચિમ-કચ્છ, ભુજ એલ.સી.બી.

Girvansingh Sarvaiya

માળીયા હાટીનામાં માંગરૉળ એ.એસપી એ લોક દરબાર યોજ્યૉ. લોકોએ એ એસપી સમક્ષ રજૂઆત કરી.

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો