Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

માંગરોળ તાલુકાના લોએજ ગામે શ્રી એસ.ડી. બી. હાઈસ્કૂલ ખાતે રક્તદાન તથા સર્વ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું

દર વર્ષની જેમ આ વર્ષે પણ આજ રોજ લોએજ મુકામે શ્રી એસ.ડી.બી. હાઈસ્કૂલ ખાતે સ્વ. લક્ષ્મણભાઇ એ. નંદાણીયા ની 10 મી પુણ્યતિથિ એ વિવિધલક્ષી સેવાકાર્ય ટ્રસ્ટ દ્વારા મેગા રક્તદાન શિબિર તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું
આ કેમ્પમાં સૌરાષ્ટ્રના નામાંકિત ડોક્ટરોએ સેવા આપેલી હતી આ કાર્યક્રમ આગેવાનો દ્વારા દીપ પ્રાગ્ટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ હતો

તેમજ જે ની અંદર ૫૯ લોકો દ્વારા બ્લડ ડોનેટ કરેલું હતું તે લોકોને ભેટ સ્વરૂપે આયોજક ટ્રસ્ટીઓ સ્વ લક્ષ્મણભાઈ એ નંદાણીયા વિવિધ લક્ષી સેવાકાર્ય ટ્રસ્ટ દ્વારા એક કીટ પણ આપવામાં આવેલી હતી
આ નિદાન કેમ્પમાં દર્દીઓને અલગ-અલગ નિષ્ણાંત ડૉક્ટરો પાસે ફ્રી માં તપાસ કરવામાં આવે છે અને સ્વ. લક્ષ્મણભાઇ એ. નંદાણીયા સેવાકિય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દવાનું વિતરણ પણ કરવામાં આવે છે
આ નિદાન કેમ્પમાં હૃદય રોગ ના નિષ્ણાંત,
હાડકાના નિષ્ણાંત
ફેફસા ના રોગો ના નિષ્ણાંત
દાત ના રોગો ના નિષ્ણાંત
ચામડીના રોગો ના નિષ્ણાંત
બાળરોગના સર્જન
જનરલ સર્જન
વગેરે નિષ્ણાંતો અને ડોક્ટરો હાજર રહ્યા હતા અને આજુ બાજુના અનેક દર્દીઓને ફ્રીમાં સારવાર આપી હતી

શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્ર ની પણ ઉપસ્થિતિ હતી તેમજ નંદાણીયા ટ્રસ્ટે જે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલ હતો તે બદલ તેને ગવર્મેંટ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવેલ હતું અને ચક્ષુદાન ના સંકલ્પ પત્રો ભર્યા હતા લોકોએ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો

આ કાર્યક્રમ ની અંદર ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ શ્રી મેરામણભાઇ યાદવ શ્રી વાલાભાઈ ખેર શ્રી કાના ભાઈ રામ શ્રી ખડીયા દરબાર શ્રી ભરતભાઈ વસાવડા યુસુફ ભાઈ પટેલ શ્રી જેઠાભાઈ નંદાણીયા શ્રી રવિભાઈ નંદાણીયા ( સરપંચ શ્રી ) શ્રી રમેશભાઈ વેગડા સહિત વિવિધ આગેવાનોએ હાજરી આપી હતી

રિપોર્ટર
અનિષ ગૌદાણા
માંગરોળ

Related posts

જિલ્લાના દરીયાકાંઠે અને જળાશયોમાં દર વર્ષે મોટા પ્રમાણમાં પ્રવાસી પક્ષીઓ શીયાળો ગાળવા માટે આવે છે.

Girvansingh Sarvaiya

રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 10- રાજકોટ લોકસભા સીટની એક અગત્યની બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાની અધ્યક્ષતામાં યોજાયેલ હતી…

Girvansingh Sarvaiya

બૉર્ડર’નાં અસલી હીરો મેજર કુલદીપ સિંહનું નિધન

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો