Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ના શેરીયાજ ગામ માં ગઈ રાત્રે 3થી 4 જેટલા સિંહો ગામમાં આવી જતા ગામમાં આવેલા શ્રી રામદેવપીર મંદિર પાસે એક વાછરડા નું મારણ કર્યું હતું અને બે વાછરડા ને ઘાયલ કરી દીધેલા હતા

જેની જાણ લોકોને થતા લોકો દ્વારા માંગરોળ જંગલ ખાતા ને કરવામાં આવી હતી આ બાબતે જાણ થતા જંગલ ખાતાના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા
અને તરત જ આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અવાર-નવાર આવા બનાવો બનતા હોય આવા બનાવો થી પશુ માલિકોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે સરકારશ્રી તરફથી જે વળતર આપવામાં આવતું હોય છે તે પણ ખૂબ જ ઓછું આપવામાં આવે છે
એવું લોકોનું કહેવું છે

પરંતુ આ બાબતે કોઈપણ જાતના પગલા લેવામાં આવતા નથી એવું પણ લોકોનું કહેવું છે અવાર-નવાર આવા બનાવો બનતા રહેતા હોય જે બાબતે કોઈ માનવ ને સિંહો દ્વારા નુકશાન ન પહોંચે તેવી તકેદારીના ભાગરૂપે જંગલ ખાતા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી લોકોની માંગણી છે

રિપોર્ટર
અનિષ ગૌદાણા
માંગરોળ

Related posts

સૌરાષ્ટ્ર માં જૂનાગઢ જિલ્લા માં અવાર નવાર બહાર આવતા ગૌ તસ્કરી ના બનાવો

Girvansingh Sarvaiya

અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપનીએ માર્ગને દતક લીધો હોય લોઠપુર-કોવાયા માર્ગ વાહનચાલકોને લોથપોથ કરી દે છે

Girvansingh Sarvaiya

બાબરા માં કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો