Gujarat Darshan Samachar
અન્ય ન્યુઝ પેપર

માંગરોળ,જૂનાગઢ 8.2.2019 આજરોજ માંગરોળ પોલીસ દ્વારા 30 મો રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ શ્રી વિવેકાનંદ વિદ્યા વિનય મંદિર મા યોજવામાં આવ્યો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ મા આવેલ શ્રી વિવેકાનંદ વિદ્યા વિનય મંદિર માંગરોળ માં પોલીસ સ્ટેશન દ્વારા 30 મો રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રી વિવેકાનંદ સ્કૂલ ના બાળકો ,સ્કૂલનો સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ માંગરોળ દ્વારા ટ્રાફિક ના નિયમો વિશે ખૂબજ સુંદર અને વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા એવા માંગરોળ પોલીસ સ્ટેશનના જાંબાઝ અને કર્તવ્યનિષ્ઠ પી.એસ.આઇ.શ્રી રામ સાહેબ દ્વારા સ્કૂલના બાળકોને પોતાની આગવી શૈલી દ્વારા ટ્રાફિક નિયમો વિશે ખુબ જ અગત્યની માહિતીઓ આપી હતી શ્રી રામ સાહેબે પોતે જ ખૂબ જ મહેનત કરી વિદ્યાર્થીઓ અને લોકોને ટ્રાફિક ના નિયમો અને નિયમોનું પાલન વિશે ની ખાસ પત્રિકાઓ પણ બનાવેલ હતી જે ના દ્વારા લોકો સુધી આ સંદેશ પહોંચી શકે અને લોકો દ્વારા પણ પોતાની સલામતી વિશે ખાસ કાળજી લેવામાં આવે એવા ખાસ પ્રયાસ આ દ્વારા કરવામાં આવેલ

30 મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત શ્રી વિવેકાનંદ વિનય મંદિર સ્કૂલ ના બાળકો દ્વારા પણ આજે જે પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં ટ્રાફિક ના નિયમો વિશે વક્તૃત્વ સ્પર્ધા તેમજ બાળકોને ટ્રાફિક બાબતે જુદા જુદા પ્રકાર ની માહિતી મળે અને એ માહિતી પોતાના ઘર,પરિવાર અને લોકો સુધી પહોંચે એથી લોકોમાં જાગૃતતા આવે એ માટે આ દ્વારા ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

શાળા નિજ એક વિદ્યાર્થીની હેત્વી નેતેશ ભાઈ ખેર એ પણ ટ્રાફિક નિયમો નું પાલન કઈ રીતે કરવું અને તેનાથી સુ ફાયદાઓ થાય છે તેના વિશે સુંદર માહિતી આપી હતી આ માહિતી આપવા બદલ સ્કૂલ ના પ્રિન્સીપાલ શ્રી તથા પી.અસ. આઇ.શ્રી રામ સાહેબે તેને પ્રમાણ પત્ર તથા ભેટ આપી એ દીકરીને બિરદાવવામાં હતી

ત્યારબાદ વિવેકાનંદ સ્કૂલ ના બાળકો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કેશોદ ચોકડી ખાતે આવતા જતા વાહનો કે જેઓએ ટ્રાફિક નું પાલન કરેલું છે એમનું અને જેમણે ટ્રાફિક નું પાલન નથી કર્યું એમનું પણ કુમકુમ તિલક અને ચોખા થી કરી ગુલાબનું ફૂલ તેમજ ટ્રાફીકને લગતા નિયમો ની એક પત્રિકા વિદ્યાર્થી ઓ મારફતે આપી વાહનચાલકોને ટ્રાફિક નિયમો ના પાલન ની સમજ આપવામાં આવી છે સાથે સાથે આ દ્વારા એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું

આ કાર્ય ને સન્માનવા અને પી. એસ. આઈ.શ્રી રામ સાહેબ ના આમંત્રણ ને માન આપી જીલ્લા પંચાયત ના પ્રમુખ સેજાભાઇ કરમટા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું માર્ગદર્શન આપ્યું હતું

આ કાર્યક્રમમાં શ્રી વિવેકાનંદ વિનય મંદિર પ્રાઈમરી સ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી રામભાઇ ઓડેદરા, શ્રી જે.પી સોલંકી સાહેબ, તેમજ સ્કૂલનો તમામ સ્ટાફ તથા માંગરોળ પોલીસ સ્ટેશનના ના એ.એસ.આઇ શ્રી આર.બી લાલુકિયા, સંજય સિંહ ઝાલા, પ્રદિપસિંહ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવેલ

આ દ્વારા એક નવતર પ્રયોગ કરી પી એસ આઇ શ્રી રામ સાહેબે એક ઉત્તમ પ્રકારનો દાખલો બેસાડ્યો છે

રિપોર્ટર
અનિષ ગૌદાણા
માંગરોળ (જૂનાગઢ)
મો.8488990300
મો.7016391330

Related posts

પોરબંદર 11.3.2019 પ્રેરણા સ્ત્રોત સન્માન અભિવાદન

જૂનાગઢ માંગરોળ 10.3.2019 માંગરોળમાં આશાવર્કર બહેનો દ્વારા લઘુતમ વેતનની માગણી સહિતની વિવિધ માગણીઓ સાથે આંદોલન

ખંભાળિયા તા-16/03/2019 આ વખતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે ધુળેટીનું પર્વ ઉજવાશે કંઈક અલગ જ રંગમાં.

ટિપ્પણી મૂકો