પોરબંદર જીલ્લામાં દારૂની બદ્દી નાબુદ કરવા માંટે જુનાગઢ રેન્જ IGP શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબની સુચના તથા LCB PI પી.ડી.દરજી ના માર્ગદર્શન હેઠળ LCB PSI એચ.એન.ચુડાસમા તથા એલ.સી.બી.સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન PC મસરીભાઇ ભુતિયા તથા PC સમીરભાઇ જુણેજા ને ચોક્કસ હકીકત મળેલ કે, સિંહજરનેશ થી પુર્વે પવનચકકી પાસે બાવળની કાંટમા આરોપી કનુ દાના શામળા રહે.રાણપર ગામ ખોડીયાર હોટલ પાછળ તા.ભાણવડ વાળો દારૂનો જથ્થો ઉતારી પેટીઓની હેરાફેરી કરે છે. જે આધારે સદર જગ્યાએ રેઇડ કરતા પુઠ્ઠા ના અલગ અલગ બોક્ષમાં ભારતીય બનાવટીના વિદેશી દારૂના 180 ML ની બોટલ નંગ-૪૫૭ કિ.રૂ.૪૫૭૦૦/- ની મળી આવતા હાજર નહી મળેલ આરોપી કનુ દાના શામળા રહે.રાણપર ગામ ખોડીયાર હોટલ પાછળ તા.ભાણવડ વાળા વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
રિપોર્ટર હાર્દિક ઓડેદરા પોરબંદર