Gujarat Darshan Samachar
અન્ય

દેવભૂમિ દ્વારકા તા.13/03/2019 દેવભુમિ દ્વારકામાં રાજકિય પક્ષોએ ચૂંટણીના કામે ઉપયોગમાં લેનાર વાહનોની પરમીટ મેળવી લેવી

લોકસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૯ અંતર્ગત ૧૨ જામનગર સંસદીય મતવિભાગ સમાવિષ્‍ટ દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના ૮૧-ખંભાળીયા મતદાર વિભાગ તથા ૮૨-દ્વારકા મતદાર વિભાગનું મતદાન તા.૨૩-૪-૨૦૧૯ના રોજ થનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી યોજવા અંગની જાહેરાત તા.૧૦-૦૩-૨૦૧૯ના રોજ કરવામાં આવેલ છે. આ તારીખથી આદર્શ આચાર સંહિતા લાગુ પડેલી છે. જેથી ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યક્રમો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ૧૨ જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્‍ય ૮૧-ખંભાળીયા વિધાનસભા મતદાર વિભાગ તથા ૮૨-દ્વારકા વિધાનસભા મતદાર વિભાગમાં ચૂંટણી પ્રચાર ઝુંબેસ શરૂ કરવામાં આવશે. આ હેતુ માટે તેઓ દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્‍ટની સંમતિથી બીજા કોઇ વ્‍યકિત, કર્યકર, ટેકેદાર, દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચુંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્‍ય રીતે જાહેર થાય તથા ચૂંટણી નિષ્‍પક્ષ અને ન્‍યાયી વાતાવરણમાં યોજી શકાય તે હેતુથી તેમજ તેની અસર સામાન્‍ય જનમાનસ તેમજ પ્રતિસ્‍પર્ધી ઉમેદવાર ઉપર પણ થાય, જેના કારણે સાચી ખોટી ફરીયાદો ઉપસ્‍થિત થવાનો અવકાશ રહેવા સંભવ હોય ઉમેદવારોના એકબીજા જુથો વચ્‍ચે મનદૂઃખ થાય અને ધર્ષણ ઉમું થવાની સંભાવના રહે તેમજ સુલેહશાંતી ભંગ થવા સંભવ હોય ચુંટણી સરળ સંચાલનના હેતુથી ફોજદરી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો ૨-જો અધિનિયમ)ની કલમ-૧૪૪ હેઠળ ૧૨ જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્‍ટ ૮૧-ખંભાળીયા વિધાનસભા મતદાર વિભાગ તથા ૮૨-દ્વારકા વિધાનસભા મતદાર વિભાગમાં કોઇપણ રાજકીય પક્ષ, વ્‍યકિત, સંસ્‍થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઇપણ વ્‍યકિત દ્વારા કોઇપણ ઉમેદવારના કે પક્ષના કામે ચુંટણીના કામે વાહનોનો સબંધિત સંસદીય મતદાર વિભાગમાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ૧૨ જામનગર સંસદીય મતદાર વિભાગના સબંધીત ચૂંટણી અધિકારીશ્રી પાસે કે તેઓને અધિકુત કરેલ અધિકારીશ્રી પાસે રજીસ્‍ટર્ડ કરાવવાના રહેશે. અને રજીસ્‍ટર્ડ કરાવેલ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્‍ડ સ્‍ક્રિન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઇથી દેખાઇ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમીટમાં વાહન સંસદીય મતદાર વિભાગના કયા વિસ્‍તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્‍પષ્‍ટ વિગતો દર્શાવવાની રહેશે. તથા વપરાશમાં લેવાયલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. ચૂંટણી અધિકારી પાસે કે તેઓએ અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે પરમીટ મેળવ્‍યા સિવાય અને વાહન રજીસ્‍ટર કરાવ્‍યા સિવાય કોઇપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહિ. આ નિયંત્રણો યાંત્રિક શકિતથી કે અન્‍ય કોઇપણ રીતે ચાલતા વાહનોને લાગેુ પડશે, આ વાહનોમાં મીની બસ, સ્‍ટેશન વેગન, ટેકસી, ખાનગી કાર, ટ્રક કે ટ્રેલર કે તે વિનાનું ટ્રેકટર, ઓટોરીક્ષા, સ્‍કુટર વિગેરેનો સમાવેર થાય છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંધન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ લોકસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૯ની સમગ્ર પ્રક્રિયા પુર્ણ ન થાય ત્‍યાં સુધી અમલમાં રહેશે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારને લાગુ પડશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

રીપોર્ટર-
મુસ્તાક સોઢા
ખંભાળિયા

Related posts

જૂનાગઢ માંગરોળ. તા.21.5.2019 માંગરોળમાં ગૌશાળાની જમીનના વેચાણના વિરોધ ના મુદ્દે ટ્રસ્ટીશ્રી વિનુભાઈ લોઢવીયા ના અધ્યક્ષ સ્થાને એક મિટિંગ યોજાઈ

ભાવનગર તા.17.5.2019

માંગરોળ શ્રી જલારામ મંદિર ખાતે તારીખ 3.2. 2019 ના રોજ નિશુલ્ક સદગુરુ સુપર મેગા નેત્ર યજ્ઞ નિદાન કેમ્પ નું આયોજન

Gujarat Darshan Magrol

ટિપ્પણી મૂકો