Gujarat Darshan Samachar
અન્ય

દેવભૂમી દ્વારકા 13/03/2019

લોકસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૯
દેવભૂમિ દ્વારકામાં ચુંટણીના તમામ નોડલ ઓફીસરો સાથે બેઠક યોજતા જિલ્‍લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો. નરેન્‍દ્ર કુમાર મીના.

ભારતના ચુંટણી પંચ દ્વારા લોકસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૯ની જાહેરાત તા.૧૦-૦૩-૨૦૧૯ના રોજ કરવામાં આવેલ છે. ગુજરાતમાં તા. ૨૩-૦૪-૨૦૧૯ના રોજ ચુંટણી યોજાનાર છે. જેના આયોજનના ભાગરૂપે જિલ્‍લાના તમામ નોડલ ઓફીસરશ્રીઓ સાથે આજે કલેકટર કચેરી સભાખંડમાં જીલ્‍લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીનાના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ નોડલ ઓફીસરશ્રીઓને જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન આપ્‍યું હતું. મંત્રીશ્રીઓ સતાધિકારીઓની ચુંટણીલક્ષી જાહેરાત નાણાંકીય સહાય, નિતિવિષયક બાબતોની જાહેરાત, મંત્રીશ્રીઓની કચેરી કામ અર્થે મતવિભાગોની મુલાકાત અને સરકારી વાહનોના ઉપયોગ અંગે, કેન્‍દ્ર અને રાજયના મંત્રીશ્રીઓ વગેરે ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ/કર્મચારીઓ સાથે બેઠક ન યોજવા, સરકારી કે જાહેર મકાનોમાં વડાપ્રધાન, મુખ્‍યમંત્રીશ્રી/મંત્રીશ્રી અને અન્‍ય મહાનુભાવોના ફોટોગ્રાફસ સાથેના કેલેન્‍ડર ચિત્રો વગેરે સમયસર દુર કરવા તેમજ ચુંટણી સાથે સંકળાયેલ કોઇપણ અધિકારી/કમર્ચારીની બદલી તથા રજા પ્રતિબંધ મુકવા વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્‍લા પોલીસ વડા શ્રી રોહન આનંદ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી મનીષકુમાર બંસલ, નિવાસી અધિક કલેકટરશ્રી પટેલ, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી વાઘેલા, નાયબ જિલ્‍લા ચુંટણી અધિકારીશ્રી ઉધાડ તેમજ જિલ્‍લાના તમામ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.

રીપોર્ટર-
મુસ્તાક સોઢા
ખંભાળીયા

Related posts

તા.7-3-19 દેવભૂમિ દ્વારકા જિલ્લા માં PUB-G ગેમ રમવા પર પ્રતિબંધ.

બાબરા તા.૨૩.૩.૨૦૧૯ બાબરા તાલુકા ના ગળકોટડી ગામે શહીદ દીન ની ઉજવણી કરવામાં આવી

તા.4.3.2019 મોરબી જિલ્લા આ યોજન મંડળ હસ્તકના વિવિધ જોગવાઇ તળેના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદઃકામોનું ફોલોઅપ

ટિપ્પણી મૂકો