Gujarat Darshan Samachar
અન્ય

પોરબંદર તા.14.3.2019 પોરબંદર દ્વારા પુલવામાં શહીદ જવાનો ની સ્મૃતિ માં સીટી ડી વાઇ એસ પી કચેરી ખાતે ટ્રી ગાર્ડ લગાડી વૃક્ષોરોપણ કરેલ

બર્ડ કન્ઝર્વેશન સોસયટી પોરબંદર દ્વારા પુલવામાં શહીદ જવાનો ની સ્મૃતિ માં ” સિટી ડી વાઈ એસ પી ” કચેરી ખાતે ટ્રી ગાર્ડ લગાડી કરેલ વૃક્ષારોપણ ”
ઉપરોકત કાર્યક્રમ ની વિગત આપતાં સંસ્થાનાં પ્રમુખ ભરતભાઈ રુઘાણી એ જણાવેલ કે હાલ ની અમારી થીમ પુલવામાં શહીદ જવાનો ની સ્મૃતિ માં વૃક્ષારોપણ અંતર્ગત આ અમારો છેલ્લા 15 દિવસમાં આ ત્રીજો પ્લાન્ટેસન નો પ્રોગ્રામ છે, અને અમારા આ પ્રોગ્રામ ના 8 ટ્રી ગાર્ડ નાં દાતા શ્રી રમેશભાઈ તથા હરીશભાઈ મદલાની પરિવાર એ તેમનાં પિતાશ્રી સ્વ, જમનાદાસ સુંદરજી ની સ્મૃતિમાં આપેલ હોઈ જો સમાજ ના દરેક પરિવાર પોતાના વડીલો ની સ્મૃતિ માં આવું શુભ કાર્ય એવા આ પ્લાન્ટેશન પ્રોગ્રામના દાતા બને તો સાચા અર્થમાં
ભાગવત સપ્તાહ જેવુ જ પિતૃ કાર્ય કરવાનું પુણ્ય મલે તેવું આ કાર્ય છે કારણ કે આ વૃક્ષારોપણ થી માત્ર પોતાના પરિવાર ને જ નહીં પણ સમગ્ર સમાજ ને શુધ્ધ પર્યાવરણ નો લાભ મળે અને વસુદેવ કુટુંબકમ ની ભાવના ચરિતાર્થ થાઈ તેમજ વાવેલ જાડ જ્યાં સુધી જીવે ત્યાં સુધી હજારો જીવ જંતુ પક્ષીઓ ને ખોરાક અને રહેઠાણ નો આશરો મલી રહે તો આનાથી મોટું કોઈ જ પિતૃ તર્પણ ના હોઈ શકે , તો હવે લોકો એ ધાર્મિક કાર્યો સાથે આવા વૃક્ષારોપણ નાં મહાધાર્મિક કાર્યો કરવાં આગળ આવવું જોઈએ, અને જરૂર પડે ત્યાં અમારો સહકાર માટે ગમે ત્યારે અમારી સંસ્થાને હાકલ પાડશે તો અમો કાયમ આ સેવા આપવા તત્પર છીએ, અમોએ આ ” સિટી ડી વાઈ એસ પી ” કચેરી ની પસંદગી એટલે કરી છે કે અહીંના ડી વાઇ એસ પી શ્રી જુલી મેડમ પોતે પ્રકૃતિપ્રેમી હોઈ પોતાની કચેરીનાં કમ્પાઉન્ડમાં જ સુંદર બગીચો
ડેવલોપ કરી ત્યાં વિવિધ જાતીના વૃક્ષો અને શાકભાજી પોતાની જાતીય દેખરેખ હેઠળ પોતાના સમગ્ર સ્ટાફ નાં સહયોગથી ઉગાડ્યા હોવાથી અમો એ આ જગ્યાની ખાસ પસંદગી કરીછે, અને અમારી સંસ્થાની પ્રણાલી છે કે જ્યાં પણ વૃક્ષારોપણ કરીયે ત્યાં વાવેલા વૃક્ષોનું જતન સૌરક્ષણ અને સંવર્ધન થાઈ ત્યાં જ અમો વૃક્ષો વાવીએ છીએ, તેમજ વાવ્યા પછી અમો વારંવાર તે વૃક્ષોની દેખભાળ અને તપાસ પણ કરીયે છીએ, ઉપરોકત વૃક્ષારોપણ નું પ્રથમ આયુર્વેદિક રોપ કરંજ નું રોપણ શ્રી જુલી મેડમ તેમજ અગ્રણી તબીબ ડો, સુરેશભાઈ ગાંધી તેમજ ભરતભાઇ રુઘાણી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવેલ, ત્યાર બાદ ખૂબ જ ઉપયોગી અને દુર્લભ રૂખડા નું રોપણ દિવ્યાબેન રુઘાણી, ભારતીબેન વ્યાસ અને સુધાબેન શાહ દ્વારા કરવામાં આવેલ, તેમજ સફેદ અને લાલ પનરવાનું રોપણ હિતેશ મદલાની ,કેયુર મદલાની,મિત્તલ મદલાની,તેમજ તેમના બાળકો શીવાની અને યશ્વિ ધ્વારા
કરેલ,
ત્યારબાદ પિલું અને સેતુર નું રોપણ ચાંદનીબેન રૈઠઠ્ઠા, ક્રિષ્નાબેન રૈયારેલા, હીનાબેન અટારા,કાજલબેન વાઘેલા, હરકાંતભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ
તેમજ લીમડા નું રોપણ પી એસ આઈ પઠાણ અને સમગ્ર પોલિસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ,

રિપોર્ટર
લીલુબેન મોઢવાડિયા
પોરબંદર બ્યુરો ચીફ

Related posts

15.3.2019 માળીયા હાટીના ના જુથળ ગામે નેત્ર નીદાન કેમ્પ યોજાયો

જેતપુર તાલુકાના દેવકીગાલોળમાં છેલ્લા એક મહિના થી આંતંક મચાવતા દીપડાને આજે વનવિભાગએ પાજરે પુર્યો હતો.

🙏🕉 🚑🚑🚑 🕉🙏 પાલીતાણા માં બોર્ડ ની પરીક્ષા દરમીયા આવતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમજ ફાગણ સુદ તેરસ ના આવતા શ્રધ્ધાળુ યાત્રિકો ને આકસ્મિક સુવિધા મળી રહે એ માટે અમારી હેલ્પલાઇન નંબર તેમજ જરૂરી નબરો નોંધી લેવા વિનંતી…….

ટિપ્પણી મૂકો