Gujarat Darshan Samachar
અન્ય

પોરબંદર તા.14.3.2019 પોરબંદરમાં જશ્ને ખ્વાજા ગરીબ નવાઝ નિમિતે ભવ્ય જુલુશ નિકળ્યું

હઝરત ખ્વાજા ગરીબ નવાઝ જુલુસ કમીટી દ્વારા સફળ આયોજન

પોરબંદરમાં જશ્ને ખ્વાજા ગરીબ નવાઝ નિમિતે ભવ્ય જુલુશ નિકળ્યું હતું. હઝરત ખ્વાજા ગરીબ
નવાઝ જુલુસ કમીટી દ્વારા સફળ આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમના
ઘંઘા -રોજગાર બંધ રાખીને જોડાયા હતા.

અજમેર સ્થિત દરગાહ હઝરત ખ્વાજા ગરીબ નવાઝ રદીઅલ્લાહો તઆલા અન્‍્હોના
ઉર્ષશરીફ નિમિતે આજે તા. ૧૪-૩-૨૦૧૯ના રોજ પોરબંદરના રાજમાર્ગો ઉપરથી જુલુસ
નિકળ્યું હતું. આ જુલુસ હઝરત મીરાપીર બાદશાહની દરગાહ શરીફ થી એસ.વી.પી.રોડ,
હરીશટોકીઝ, રાણીબાગ, એમ.જી.રોડ,લીબર્ટી રોડ, મુસ્લિમ કન્યાશાળા થઈને હઝરત
બુખારીશાહ બાપુની દરગાહ શરીફ પર સમાપ્ત થયું હતું. આ શાનદાર જુલુસમાં પોરબંદરના
સાદાતે કીરામ, મસ્જીદના ઈમામસાહેબો અને મુતવલ્લીઓ, દારૂલ ઉલુમ ગોષે આઝમના
તલબા, તમામ મદ્રેસાઓ, મોઅઝઝીન સાહેબો, પોરબંદરની મુસ્લિમ સંસ્થાઓ, કમીટીઓ તથા
જમાતના હોદેદારો અને તમામ સુન્ડી મુસ્લિમ બિરાદરો આ જુલુસમાં જોડાયા હતા. જુલુસની
સદારતમાં ખલીફ એ હુઝુર તાજુશ્શરીઆ, હાકીઝો કારી હઝરત સૈયદ સઆદતઅલી બાપુ ખાસ
ઉપસ્થિત હતા. આ જુલુસને સફળ બનાવવા હઝરત ખ્વાજા ગરીબ નવાઝ જુલુસ કમીટીએ જહેમત
ઉઠાવી હતી.

રિપોર્ટર :-
હાર્દિક ઓડેદરા
પોરબંદર

Related posts

જેતપુર તા.૨૯.૪.૨૦૧૯ જેતપુરમાં વલ્લભાચાર્યજીનો ૫૪૨ મો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવશે.

પોરબંદર તા.11.5.2019 *એલ.સી.બી. પોરબંદર દ્વારા વનીતા કારાવદરા ની શંકાસ્પદ મોત ના રહસ્ય પરથી પરદો ઉચકાયો*

મોરબી તા.૨૬/૩/૧૯ સંસ્કૃત ભારતી મોરબી દ્વારા સંસ્કૃત ઉપાસક ચિંતન ગોષ્ઠી યોજાઈ હતી.

ટિપ્પણી મૂકો