Gujarat Darshan Samachar
અન્ય

સુરતઃ તા.14.3.2019

અબ્રામાથી એક વૃદ્ધનું રૂપિયાની લેતીદેતીમાં અપહરણ કરી વરાછાની એક ઓફિસમાં માર મરાયો હોવાની ઘટના બહાર આવી છે. માથાભારે ઈસમ માણસો સાથે બાઇક પર અપહરણ કરી અને માર માર્યા બાદ ભટારના એક કારખાનામાં છોડી ચાલી ગયા હોવાનું વૃદ્ધે કહ્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા વૃદ્ધએ એક અઠવાડિયા પહેલાં પણ માથાભારે ઈસમ આવી જ રીતે જોર જબરજસ્તીથી મામાના દીકરાના કારખાને લઈ આવ્યો હતો અને લગભગ અઢી લાખના કાપડનો તૈયાર માલ લઈ ગયો હોવાનો આરોપ પણ મૂક્યો હતો. હાલ આ બાબતે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડાયા
1.રમેશભાઈ કલ્યાણભાઈ ડાયાણી (પીડિત) એ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી વરાછા અને કાપોદ્રામાં માથાભારે ઇસમ તરીકે ઓળખ ધરાવતા મુકેશનામનો ઇસમ રૂપિયાની લેતી દેતીને લઈ હેરાન કરી રહ્યો છે. આજે વહેલી સવારે લગભગ 3 વાગ્યાના અરસામાં મુકેશ કેટલાક માણસો સાથે તેમના ઘરે આવ્યો હતો. ત્યારબાદ બાઇક ઉપર બેસાડી તેની ઓફીસ પર લઈ ગયો હતો. જ્યાં ઢોરની જેમ ફટકારી તેમને ભટાર નજીક મામાના દીકરાના કારખાને લવાયા હતા. જ્યાં મુકેશે તૈયાર સાડીઓનો જથ્થો માગ્યો હતો. જોકે, તેઓ બેભાન થઈ ગયા બાદ તેમણે હોસ્પિટલમાં ભાનમાં આવ્યા હતા.
પોલીસ તપાસ કરી રહી છે
2.વધુમાં જણાવ્યું હતું કે, માથાભારે મુકેશે એક અઠવાડિયા પહેલા પણ આવી રીતે જ બળજબરીથી મામાના દીકરાના કારખાનેથી લગભગ અઢી લાખનો સાડીનો જથ્થો લઈ ગયો હતો. જોકે, ઘટનાની તપાસ કરતી પોલોસે જણાવ્યું હતું કે, રમેશભાઈ વિરુદ્ધ વરાછા-કાપોદ્રામાં રૂપિયાની લેતી દેતીના મામલે તપાસ પણ ચાલી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ આખી ઘટનાને લઈ તપાસ ચાલી રહી છે.

રિપોર્ટર
મુકેશ સાંકળીયા

Related posts

પોરબંદર તા.6.5.2019 શ્રી લોહરાણા યુવા સેના સંસ્થા પોરબંદર.* શ્રી લોહરાણા યુવા સેના સંસ્થા દ્વારા અનોખી સેવાકીય પ્રવૃત્તિ નું આયોજન.

શ્રી બી.આર.એસ.કોલેજ શારદાગ્રામ દ્વારા મુરલીધર વાડી મા વાર્ષિક ઉત્સવ ઉજવાયો

Gujarat Darshan Magrol

દેવભૂમિદ્વારકા 12/04/19 લોકસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૯ મતદાર જાગૃતિના સંદેશા સાથે તૈયાર થયેલ ગુવાહાટી-ઓખા એકસપ્રેસને ખંભાળીયા રેલ્‍વે સ્‍ટેશને લીલીઝંડી આપતા કલેકટર ડો. નરેન્‍દ્ર કુમાર મીના દ્વારકા તથા ખંભાળીયા રેલ્‍વે સ્‍ટેશન ખાતે ફલેગઓફ કાર્યક્રમ યોજાયો.

ટિપ્પણી મૂકો