Gujarat Darshan Samachar
અન્ય

જૂનાગઢ માંગરોળ તા.24.3.2019 માંગરોળમાં શ્રી મામા પાગલ આશ્રમ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવી રહેલ સેવાકાર્યોની પ્રેરણાથી મુંબઈ વસતા એક સેવાભાવી દ્વારા પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં છેલ્લા ઘણા સમયથી શ્રી મામા પાગલ આશ્રમ ગ્રુપ ના નામથી માંગરોળમાં એક ગ્રુપ ચલાવવામાં આવી રહ્યું છે જેમાં આ ગ્રુપ દ્વારા અનેક વિવિધ નિસ્વાર્થ અને ઉત્તમ સેવા ઓ કરવામાં આવી રહી છે આ સેવાઓ અને સેવા કાર્યોની પ્રેરણા દ્વારા મુંબઈ નિવાસી સેવાભાવી એવા શ્રી જલધીરભાઈ ચિનોય કે જે ઓનો જન્મદિવસ તા.23.3. 2019 ના રોજ હોય તેઓ પોતા ના જન્મદિવસ માં કાંઈક અલગજ સેવા કરી ઉજવવા નું પોતાના મનમાં નિશ્ચય કર્યો હતો

તેઓને માંગરોળમાં ચાલતા શ્રી મામા પાગલ આશ્રમ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવી રહેલા અવરીત નિસ્વાર્થ સેવાકાર્યોની નોંધ લઇ તેઓ મુંબઈથી માંગરોળ પોતાના જન્મદિવસ ઉજવવા માટે આવી પહોંચ્યા હતા

લોકો જ્યારે પોતાનો જન્મદિવસ હોય ત્યારે હોટલો કે ફાર્મ હાઉસમાં પાર્ટીઓએ યોજે છે ત્યારે આ સેવાભાવી સદસ્ય દ્વારા જે રીતે પોતાનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો એ ખરેખર સમાજ ને રાહ ચીંધતુ ઉત્તમ ઉદાહરણરૂપ સેવાકીય કાર્ય મુંબઈ નિવાસી શ્રી જલધીરભાઈ ચિનોય દ્વારા કરવામાં આવ્યું

ત્યારબાદ શ્રી મામા પાગલ આશ્રમ ગ્રુપના સદસ્યો ના માધ્યમથી પોતાના જન્મદિવસ નિમિત્તે અંધાશ્રમ,વૃદ્ધાશ્રમ, તેમજ રહીજ ગામે રહેતા એક નિરાધાર પરિવાર તેમજ માંગરોળથી 35 કિમી દૂર આવેલ શ્રી મામા પાગલ આશ્રમ માં ભોજન કરાવી અને મંદબુદ્ધિના લોકો ની વચ્ચે પોતાના જન્મદિવસની કેક આપી પોતાના જન્મદિવસની અનોખી અને નોંધનીય ઉજવણી કરવામાં આવી હતી

ત્યારબાદ તેઓ દ્વારા માંગરોળ પાંજરાપોળ અને કુકસવાડા માં આવેલ શ્રી માઁ ગૌ હોસ્પિટલ આવેલી છે કે જ્યાં લુલી,લંગડી,ઘાયલ, બીમાર અને અશક્ત ગાયો ની જ સેવા અને સારવાર આપવામાં આવી રહી છે તેમજ માંગરોળમાં રસ્તા પર રઝળતા મૂંગા જીવો ને લીલો ચારો તેમના દ્વારા ખવડાવવામાં આવ્યો હતો આવી રીતે તેઓએ સમાજને પ્રેરણા આપતું ઉત્તમ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું

આ સેવાકાર્યમા સેવાભાવી એવા મુંબઈ નિવાસી શ્રી જલધીરભાઈ ચિનોય,કેતુલ ભાઈ ગાંધી,ભાર્ગવભાઈ ગાંધી, દિલીપભાઈ પોપટ,ઉર્વીબેન પોપટ તેમજ કોઈપણ સેવા કાર્ય હોય અને એ સેવામાં અચૂક હાજર જ હોય એવા શ્રી અલ્પેશભાઈ ખીલોસિયા આ સેવા કાર્યમાં જોડાયા હતા

રિપોર્ટર
અનિષ ગૌદાણા
માંગરોળ
શ્રી ગુજરાત દર્શન સમાચાર
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300
મો.7016391330

Related posts

જૂનાગઢ માંગરોળ 7.2.2019 જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં આવેલ શ્રી વિવેકાનંદ વિનય મંદિર ના બાળકો ની એક ટીમ ની ગીર એનિમલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રકૃતિ શિબિર માં પસંદગી

Gujarat Darshan Magrol

ભાવનગર તા.29.3.2019

પોરબંદર તા.30.3.2019

ટિપ્પણી મૂકો