Gujarat Darshan Samachar
અન્ય

કાંકરેજ તા.24.3.2019

પાટણ લોકસભા સીટ ના ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ રાજગોર ની ઉપસ્થિતિમાં થરા ખાતે ઘર ઘર સંપકઁ અભિયાન કાર્યક્રમ યોજાયો.
[ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક કાર્યક્રમ યોજાયો……………………..લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પાટણ લોકસભા ના ઇન્ચાર્જ ભરતભાઈ રાજગોર. કીર્તિસિંહ વાઘેલા. ભારતસિંહ ભાટેસરીયા.પૃથ્વીરાજસિંહ વાઘેલા. તેજાજી ઠાકોર. કનુભાઈ ઠક્કર. રાયમલભાઈ પટેલ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા. ભારતીબેન સોની. સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ થરા સોસાયટીમાં રહેતા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો સાથે ઘેર ઘેર જઈ લોક સંપર્ક કર્યો હતો અને ભાજપ સરકાર એ કરેલ કામગીરી તેમજ આવનાર વિકાસ ના કામો અંગેની વિસ્તૃત માહિતી આપી હતી અને લોકોને પોતાના કિંમતી મત અંગે માર્ગદર્શન આપ્યું હતું એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તે માટે અત્યારથી જ કામગીરી શરૂ કરી દીધી છે અને તેના કારણે વેપારીઓ અને મતદારો માં ખુશી જોવા મળી હતી આમ પાટણ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પક્ષ દ્વારા ગમેતે ને મુકવામાં આવે ત્યારે કાંકરેજ ભાજપના વરિષ્ઠ નેતા અને આગેવાનો કાર્યકરો એ કમરકસી અત્યારથી જ કામે લાગી ગયા છે
bvaghela: આમ થરા શહેર ભાજપ માટે ખૂબ જરૂરી સાબિત થાય તે માટે ઘર ઘર સંપર્ક કરી મતદારો ને રીઝવવા માટે કવાયત હાથ ધરી હતી.

રિપોર્ટર
વાઘેલા અરૂણ સિંહ
કાંકરેજ

Related posts

કાંકરેજ તા.૨.૪.૨૦૧૯

ભાવનગર તા.19.3.2019

પોરબંદર તા.9.3.2019 પોરબંદર જિલ્લાના ઓડદર ગામે ઓડેદરા પરિવાર દ્વારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ટિપ્પણી મૂકો