Gujarat Darshan Samachar
અન્ય

પોરબંદર તા.14.4.2019

પોરબંદર માં ક્રિએટિવ ગ્રુપ તથા મહેર પરિવાર દ્વારા મહેર સાંસ્કૃતિક વારસો જળવાય રહે તે હેતુ થી સાંસ્કૃતિક વારસા પ્રદર્શન નું ભવ્ય આયોજન

ક્રિએટિવ ગ્રુપ તથા મહેર પરિવાર દ્વારા સાંસ્કૃતિક વારસા ની જાળવણી ના ભાગરૂપે પ્રદર્શન નો કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો નું ચોપાટી ખાતે ઓસીએનિક હોટેલ ના ગ્રાઉન્ડ માં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગ્ન ગીતો,ફટાણા , સ્તુતિ તેમજ મહેર ના પરંપરાગત પહેરવેશ માં દાંડિયા રાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ ને અનુરૂપ જીવન ઉપયોગી સાધનો તેમજ વાસણો અને તે સમય ની પરંપરા ને ખાસ દયાને લઈ ને અપ્રતિમ પ્રદર્શન યોજાયું હતું. જેમાં જ્ઞાતિ અગ્રણી ઓ તથા પોરબંદર ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા સાથે ઘણા બધા મહેર અગ્રણીઓ એ હાજરી આપી હતી અને આ ઉમદા કાર્ય માટે બિરદાવવા માં આવ્યા હતા. અલગ અલગ પ્રકારના સાધનો તેમજ બળદ ગાડાં અને ઘર વપરાશ ની વસ્તુઓ નું પણ ભવ્ય પ્રદર્શન થવાથી મહેર જ્ઞાતિ માં જુની યાદો તાજી થઈ હતી અને પ્રેઝન્ટ જનરેશન ને વારસા વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું.

રિપોર્ટર
લીલુબેન મોઢવાડિયા
શ્રી ગુજરાત દર્શન સમાચાર
પોરબંદર બ્યુરો ચીફ

Related posts

પોરબંદર તા.28.3.2019

મોરબી તા.17.04.2019

મોરબી તા.૧૦/૪/૧૯ મોરબી જિલ્લાના શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા સુચના

ટિપ્પણી મૂકો