Gujarat Darshan Samachar
અન્ય

વાંકાનેર તા.૧૫.૦૪.૨૦૧૯ વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી અંગ્રેજી દારૂ, આઇસર, કાર સાથે ત્રણ આરોપી ઝડપાયા

૪૬૯ દારૂની બોટલો, એક આયશર મેટાડોર, બલેનો કાર , છ મોબાઇલ સહિત કુલ રૂ.૧૧૧૯૧૦૦નો મુદ્દામાલ જપ્ત

હાલ લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધીની કળક અમલવારી માટે ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવેલ છે પરંતુ બુટલેગરો તેમાંથી પણ રસ્તો કાઢીને અલગ અલગ તરકીબ અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની કોશિષ કરી રહ્યા છે આવા જ એક બનાવમાં આજે મોરબી એલસીબી પીઆઇ જાડેજાની ખાનગી બાતમી મળતા વાંકાનેર બાઉન્ડ્રી પાસે એલસીબી સ્ટાફ સાથે વોચમાં હતા.
ત્યારે એક આયશર મેટાડોરમાં ફોરવિલ ગાડી ભરી ઉપરના ભાગે તાલપત્રી ના વચ્ચે છુપાવીને લવાતો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે આ અંગ્રેજી દારુમાં blender pride whisky વોડકા બ્લેક એન્ડ વાઈટ સિગ્નેચર અને એન્ટિક યુનિટીની કુલ 469 બોટલ એક આઈસર ટ્રક GJ06XX9516 તેમજ બલેનો ગાડી GJ05CF1122 તથા મોબાઈલ નંગ છો આમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૧૧૧૯૧૦૦ સાથે ત્રણ આરોપીની અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

રીપોર્ટર
અર્જુનસિંહ વાળા
વાંકાનેર

Related posts

પોરબંદર તા.30.3.2019

જેતપુર તા.27.3.2019 યેલ્લો.સ્કુલના વિધાર્થીઓ દ્વારા સાયન્સ ફેર એકઝિબીશન યોજાયુહતુ

પોરબંદર તા.14.4.2019 પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ચૂંટણી પ્રચાર માં લોકો નો રોષ ભભૂખ્યો

ટિપ્પણી મૂકો