Gujarat Darshan Samachar
અન્ય

જૂનાગઢ માંગરોળ. તા.21.5.2019 માંગરોળમાં ગૌશાળાની જમીનના વેચાણના વિરોધ ના મુદ્દે ટ્રસ્ટીશ્રી વિનુભાઈ લોઢવીયા ના અધ્યક્ષ સ્થાને એક મિટિંગ યોજાઈ

માંગરોળના સાત સ્વરૂપ હવેલી ટ્રસ્ટની ગૌશાળાની કિંમતી જમીન પર લેભાગુ તત્વોનો ડોળો હોવાનું બહાર આવ્યું છે. મિલ્કત વેચી મારવાની થઈ રહેલી પેરવી સામે ટ્રસ્ટીઓએ સમાજના અગ્રણીઓની એક બેઠક બોલાવી, કેટલાક સમયથી થતા કાવાદાવાથી લોકોને વાકેફ કર્યા હતા. અહીં ૫૦થી વધુ ગાયોના આશ્રય સ્થાન એવી આ જગ્યા માટે જરૂર પડયે સૌએ સાથે મળીને ટેકો આપવા અનુરોધ કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ રાજાશાહીના સમયે શેઠ શ્રી ગોપાલદાસ છગનલાલ સિરાજને ગૌસેવાના હેતુ માટે રાજાએ જમીન અર્પણ કરી હતી. અને હાલમાં કામનાથ રોડ પર આવેલી ગાયના ગોંદરા.નામે ઓળખાતી માંગરોળ શહેર મ્યુનિસિપાલટી ની હદ વિસ્તારમાં આવેલ સીટી સર્વે નંબર 6239 જમીન ક્ષેત્રફળ 2214/93 જે હે મિલકત હાલમાં “ગાયના ગોંદરા” ના નામે ઓળખાય છે

આ જમીન ૧૯૪૯માં તેઓએ સાત સ્વરૂપ હવેલીને આ જગ્યા ગૌસેવા ના ઉમદા હેતુ માટે આપી હતી. ત્યારબાદ અહીં ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં ગાયોનો સારી રીતે નિભાવ થઈ શકે તે માટે દિવાલ ફરતે દુકાનો બનાવવા નું આયોજન કરવામાં હતું.

આ દરમ્યાન ૧૯૯૧માં સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડમાં મૂળ મિલ્કત માલિકના વારસદારોના નામ બોલતા હોવાની સ્થિતિનો ગેરલાભ લઈ ગોપાલદાસના એક વારસદારે આ જગ્યાનું કોઈ બીજાના નામે રજી. દસ્તાવેજ કરી આપ્યું હતું. ત્યારબાદ કોર્ટના દાવામાં ગોપાલદાસ અને તેના વારસદારોએ આ જમીન અંગે ભવિષ્યમાં કોઈ પણ જાતની હરકત, રૂકાવટ ન કરવા, આ મિલકત જમીન ઉપર આવેલ બાંધકામ દુકાનનો વગેરે સહિત શ્રી સાત સ્વરૂપ હવેલિ માંગરોળ રજી. ટ્રસ્ટ. નં.એ.1488 ની માલિકી કબજો રહેલ છે. અને ગાયોના નિભાવ માટે બનાવાયેલી દુકાનોની ભાડાચિઠ્ઠી ટ્રસ્ટીઓ બનાવી શકશે અને ઉઘરાવી શકશે તેમજ સિટીસર્વે અને ચેરીટીમાં પણ આ જમીન પોતાના નામે કરી લેવા ટ્રસ્ટ હકદાર હોવાનો ઉલ્લેખ કરી આપવામાં આવ્યો હતો

તે વ્યક્તિઓએ માંગરોળના મે. સિવિલ જજ સાહેબની કોર્ટના રે.દિ.મુ. નં. 19/92 ના દાવામાં આ મિલકત સંસ્થાની હોવાનું કર્યુ હતું તેને આ જગ્યા સંસ્થાને નામે ટ્રાન્સફર કરાવવા અને મિલકત બાબત કોઈ પણ પ્રકારની હરકત અડચણ વાંધો કરાશે નહીં તેવી કબુલાત આપેલ તેમજ નામદાર કોર્ટ દ્વારા સંસ્થાની તરફેણમાં હુકમ કરાતા નામ. કોર્ટે તા.6.5.1993 ના રોજ સંસ્થાની તરફેણમાં હુકમનામું કરેલું હતું

પરંતુ હાલમાં ખોટા આધાર પુરાવા ઉભા કરી ગૌશાળાની આ કિંમતી જમીન હડપ કરી બારોબાર વેચી નાંખવાની પેરવી અંતર્ગત ત્રણેક લોકોને સાટાખત કરી અપાયા હોવાનું ટ્રસ્ટીઓના ધ્યાને આવ્યું છે. ત્યારે આ બાબતે મળેલી બેઠકમાં ટ્રસ્ટી વિનુભાઈ લોઢવીયા, ઉધોગપતિ મેરામણભાઈ યાદવ, ગૌભકત કાંતિભાઈ કગરાણા, પ્રફુલભાઈ નાંદોલા, ભરતભાઈ મેરવાણા, દેવેન્દ્રભાઈ ભટ્ટ, બિલ્ડર અને વેપારી હરદાસભાઈ બારડ સહિતના અગ્રણીઓ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૌશાળાની જમીન વેચી નાખવા બાબતે થઈ રહેલી હિલચાલની હકીકતો જાણી ગૌરવ પ્રેમીઓ અને વૈષ્ણવો એ રોષ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં આ લડાઈમાં સહકાર આપવા સંમતિ દર્શાવી હતી.

રિપોર્ટર
અનિષ ગૌદાણા
માંગરોળ
શ્રી ગુજરાત દર્શન સમાચાર
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300
મો.7016391330

Related posts

વીરપુર જલારામ તા.16.6.2019 વિરપુર (જલારામ) ભુલેશ્વર ઢોરા પાસે મામા દેવના મંદિર પાસે દેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ….

મોરબી તા.૧૦/૦૫/૨૦૧૯ મોરબીની સરકારી – ધી વી. સી. ટેકનીકલ હાઈસ્કૂલ ફરી અવ્વલ નંબરે

માંગરોળ તા.17.8.2019 👁 પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના માધવપુર(ઘેડ)ગામમાંવાજા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન 👁

Gujarat Darshan Magrol

ટિપ્પણી મૂકો