Gujarat Darshan Samachar
અન્ય

.જૂનાગઢ માંગરોળ તા.21.5.2019 માંગરોળ નજીકના દિવાસા ના દરિયા કાંઠેથી રેતી તસ્કરી કરતા ઇસમો રીક્ષાઓ સાથે ઝડપાયા

માંગરોળ નજીક દિવાસામાં દરીયાકાંઠેથી રેતીની ધૂમ ચોરી થતી હોવાની ફરીયાદો ઉઠયા બાદ વનવિભાગે આજે નંબર પ્લેટ વગરની એક રીક્ષા સહિત પાંચ ડિઝલરીક્ષા સાથે ચાર ઈસમોને રેતી ચોરી કરતા રંગેહાથ ઝડપી લીધા હતા

આર.એફ.ઓ. ભેડા સાહેબના જણાવ્યા મુજબ છેલ્લા આઠ દિવસથી બાતમી મળી રહેલ કે શીલ,સાંગાવાડા,આતરોલી વિસ્તારમાં રેતી ચોરી થાય છે અને લોકો રિક્ષાઓ ભરી ભરીને આ રેતી ની ગેર કાયદેસર તસ્કરી કરી રહ્યા છે તો રેતી ચોરી ઝડપી લેવા છેલ્લા ત્રણેક દિવસથી ટીમ દ્વારા વોચ ગોઠવી વોચ માં રહેલ તે દરમ્યાન 19.5.2019 ના રોજ બપોરે દિવાસા-આંત્રોલી વચ્ચેના જંગલ વિસ્તાર નજીકના દરીયાકાંઠે વોચ ગોઠવી હતી. જયાં રેતી ભરેલી પાંચ રીક્ષા(GJ- 11-U-5543, GJ-11-UU-8327, GJ- 11- Y- 2487, GJ-10-TT-3002) સાથે દિલીપ લીલા કેશવાલા, પુંજાભાઈ પબાભાઈ, ભાદરકા નયન રાજેશ, ચુડાસમા હિતેષ રણમલને ઝડપી લીધા હતા. જયારે બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ અંગે વનખાતાએ વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર
અનિષ ગૌદાણા
માંગરોળ
શ્રી ગુજરાત દર્શન સમાચાર
ગૂજરાત બ્યુરો ચીફ
મો.8488990300
મો.7016391330

Related posts

રાજુલા તા.29.3.2019 રાજુલા તાલુકાના દિવ્યમ પબ્લીક સ્કુલ શેલણા ગામે પ્રથમ વાર્ષિક ઉત્સવ ઉજવાયો….

વડીયા નું ગૌરવ- ગૌરાંગ કુમાર રવિન્દ્ર કુમાર ત્રિવેદીને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” એનાયત કરવામાં આવ્યો.

Gujarat Darshan Magrol

વીરપુર જલારામ તા.7.4.2019

ટિપ્પણી મૂકો