Gujarat Darshan Samachar
અન્ય

પાલીતાણા તા.22.5.2019

ગઈકાલે ધોરણ 10 નું રીઝલ્ટ આવેલ તેમાં શ્રી ગુજરાત દર્શન ગ્રુપ પરિવારના શ્રી ગીરવાનસિંહજી સરવૈયાના લાડલા દીકરા એવા મિતરાજસિંહ.જી. સરવૈયા કે જેવો ધોરણ 10માં 64.16 ℅ સાથે પાસ થયેલ છે

પોતાના પરિવારની આગવી પરંપરા મુજબ સૌપ્રથમ મિતરાજસિંહ એ ભાવનગર અક્ષરવાડી ના ચિંતન સ્વામીજી, શ્રીજી સ્વામી આનંદ સ્વામી ગુણવંત સ્વામી ને ફોન કરી આશીર્વાદ લીધેલ

ત્યારબાદ પોતાના પિતાશ્રી શ્રી ગીરવાનસિંહજી સરવૈયા તેમજ પોતાના માતુશ્રી એવા મહેશ્વરી બા ના આશીર્વાદ લીધા હતા સાથે સાથે પોતાના નાના ભાઈ એવા ઋષિરાજસિંહ ને સરસ મજાની કેટબરી ચોકલેટ આપી પોતાની ખુશી નાના ભાઈ પાસે વ્યક્ત કરી હતી

પોતાના પિતા ના પગલે પગલે કાંઈને કાંઈ નવું નવું કરવાની રુચિ ધરાવતા તેમજ ક્રિકેટ નો જબરો શોખ સાથે કોમ્પ્યુટર માપણ ખુબ જ રસ અને રુચિ ધરાવે છે

ખુબ જ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા એવા મિતરાજ સિંહને મિત્ર વર્તુળ માંથી ખુબ જ શુભેચ્છાઓ મળી રહી છે

સાથે સાથે મમ્મી-પપ્પાના લાડલા રાજકુમાર મિતરાજસિંહ ને મમ્મી પપ્પા તરફથી એક સુંદર મજાની સરપ્રાઈઝ ગીફ્ટ પણ આપવામાં આવશે તેમજ સાથે સાથે નાનો ભઈલો પણ કોઈને કોઈ સુંદર મજાની સરપ્રાઈઝ ગીફ્ટ આપશે

પાલીતાણા ની પવિત્ર ભૂમિ માં જેનો ઉછેર થયો હોય અને શ્રી ગુણવંત સ્વામીજી જેવા જેમના પરમ મિત્ર હોય એવા રાજકુમાર મિતરાજસિંહ ને સ્વામી તરફથી પણ સતત ને સતત માર્ગદર્શન તેમજ આશીર્વાદ મળતા રહેતા હોય છે

ઈશ્વરની કૃપાદ્રષ્ટિ આપ પર બની રહે અને આપ ખૂબ આગળ ને આગળ પ્રગતિના સોપાનો સર કરી સમાજ કુટુંબ અને માતા પિતા નું નામ રોશન કરો એવા આશિષ

શ્રી ગુજરાત દર્શન ગ્રુપ પરિવાર તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે

રિપોર્ટ
શ્રી ગુજરાત દર્શન સમાચાર
પાલીતાણા

Related posts

ભાવનગર તા.1.7.2019

કાંકરેજ તા.6.5.2019

જૂનાગઢ માંગરોળ તા.27.3.2019 માંગરોળમાં આવેલ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માં વાર્ષિક ઉત્સવ ઉજવાયો

ટિપ્પણી મૂકો