Gujarat Darshan Samachar
અન્ય

ભાવનગર તા.23.5.2019

ભાવનગર લોકસભા બેઠક પરની ચૂંટણી જંગમાં ભારતીબેન શિયાળ ફરી જંગી વિજય મેળવીને પોતાનો જ રેકોર્ડ તોડવામાં સફળ રહ્યા છે ભારતીબેન શિયાળ મત ગણતરીના પ્રારંભથી જ આગળ રહ્યા હતા ત્યારે અંતમાં બીજેપી ના ભારતીબેન શિયાળએ ૬૩૧૭૬૮ અને કોંગ્રેસના મનહરભાઈ પટેલ ૩૧૫૮૧૯ મત મેળવ્યા હતા ભારતીબેન શિયાળએ પોતાની ૨૦૧૪ની લીડ ૨૯૫૦૪૪ તોડીને ૨૦૧૯ની આજની ચુંટણીમાં રેકોર્ડ બ્રેક ૩૧૫૯૪૯ લીડ મેળવી છે

ભારતીબેનની લીડ હજુ મત ગણતરી પૂર્ણ થાય તે પહેલા તોડતા જંગી લીડ મેળવે તેવી આશા સેવાઈ રહી હતી ભાજપે સાડા ત્રણ લાખ જેવી લીડ મેળવશું તેમ કહ્યું હતું તે રીતે ભારતીબેન લીડ કરતા ભાજપમાં ઉત્સાહ છે જીત નિશ્ચિત થઇ જતા ભાજપ દ્વારા વિજય સરઘસ નક્કી કરવામાં આવ્યું છે અને ઈજનેરી કોલેજથી લઈને ભાજપ શહેરના વિવિધ માર્ગો પર
વિજયી સરઘસ રૂપે ફરીને ઉજવણી કરવાનું છે ત્યારે ભાજપનો ભગવો લહેરાતા અનેક અટકળો દુર થઇ ગઈ હતી કોંગ્રેસને બાડી,પડવા કે તલ્લી બામ્ભોર આંદોલન કે પછી પાટીદાર આંદોલન પણ અસર કર્યું નથી તેથી હવે કોંગ્રેસના ઉમેદવાર સહીત સમગ્ર કોંગ્રેસમાં સોપો પડી ગયો છે અને ભાજપ દ્વારા જીતની ઉજવણી શરુ કરી દેવામાં આવેલ અને શહેરમાં વિશાળ વિજય સરઘસ નીકળ્યું હતું ઠેરઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

રિપોર્ટર
અતુલ સોની
ભાવનગર

Related posts

દેવભૂમિ દ્વારકા તા.13/03/2019 દેવભુમિ દ્વારકામાં રાજકિય પક્ષોએ ચૂંટણીના કામે ઉપયોગમાં લેનાર વાહનોની પરમીટ મેળવી લેવી

22//2019 પોરબંદર

ભાવનગર તા.16.5.2019

ટિપ્પણી મૂકો