Gujarat Darshan Samachar
અન્ય

બાબરા તા.23.5.2019

બાબરા તાલુકાના નાની કુંડળ ગામ સહિતની સરકારી માધ્યમિક શાળા તેમજ અમરેલી જિલ્લા ની તમામ સરકારી માધ્યમિક શાળાઅોના પરિણામ માં સરકારી માધ્યમિક શાળા ઓ માં નાની કુંડળ અવ્વલ નંબરે

ધો.10નાં જાહેર થયેલા પરીણામ માં અમરેલી જીલ્લાની તમામ સરકારી માધ્યમિક શાળા ના પરિણામ અમરેલી જિલ્લાના છેવાડા ના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે.. નામાંકિત પ્રાઇવેટ શાળાઓને ટક્કર આપે તેવું 92.86%પરિણામ આ શાળાએ મેળવેલ છે.

મોંઘીદાટ ફી, સ્કૂલ વાહન ભાડુ, અનેક પ્રકારનાં વિવિધ સાહિત્યનાં ખર્ચ કરાવતી પ્રાઈવેટ શાળાઓના પરિણામને પણ ટક્કર મારે તેવું પરિણામ તેમજ તદ્દન ફ્રીમાં શિક્ષણ આપતી સરકારી માધ્યમિક શાળાનું પરિણામ આવ્યું છે. તે પણ એવા વિસ્તારમાંથી બાળકો આ શાળામાં આવે છે. કે જ્યા સાક્ષરતા દર 50%કરતા પણ નીચો છે. વળી આ શાળામાં એવુ એકપણ બાળક નથી જે ધો. 1થી 9 કોઈ પ્રાયવેટ શાળામાં ભણ્યું હોય. ગામના તમામ બાળકો ધો 1થી 9 ગામની પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરે છે. શાળાના આચાર્ય શ્રી,અને તમામ સ્ટાફ અને અલ્પ સુવિધા ધરાવતા આ ગામમાં બાળકોની મહેનત ધન્યવાદને પાત્ર છે.

અને જે વાલી એવુ સમજે છે કે માત્ર પ્રાયવેટ શાળાઓ જ સારુ શિક્ષણ મળે તેઓની સમજશકિત પર આ પરિણામ એક સરકારી શાળા પ્રત્યે હકારાત્મક સમજ પેદા કરનારૂં છે.

રિપોર્ટર:-
ચૌહાણ હિરેન
બાબરા

Related posts

બાબરા તા.8.5.2019 બાબરા ના ચમારડી ગામે રાંધણ ગેસ ના સિલિન્ડર માં અચાનક આગ લાગી.

બાબરા તા.16.5.2019 બાબરા તાલુકાના નાની કુંડળ ગામ માં પાણી નો પોકાર ગ્રામપંચાયત ના રીગદારો પણ અત્યારે કોરા ધાકડ થઇ ગયા છે

દેવભૂમિ દ્વારકા 25.2.2019 દેવભૂમિ દ્વારકામાં સંકલ્પ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કવિત્રી નું આયોજન કરવામાં આવ્યું

Gujarat Darshan Magrol

ટિપ્પણી મૂકો