Gujarat Darshan Samachar
અન્ય

કાંકરેજ તા.23.5.2019 શિહોરી ખીમણા રોડ ઉપર જીપ ડાલા અને ટ્રેઇલર નો અકસ્માત બે ના મોત

કાંકરેજ તાલુકાનાશિહોરી રતનપુરા રોડ પર ટ્રેઇલર અને જીપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો બે લોકો ના મોતજીપ ડાલા વાળા રોડ પાસે પંક્ચર કરી રહ્યા હતા ત્યારે પાસેથી પસાર થઇ રહેલા ટ્રેઇલર ચાલકે સ્ટેરીગ ઉપરથી કાબુ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત જોકે મોટો ધડાકો થતા આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી……મૃતકો હારીજ તાલુકાના કાઠી કાતરા ના રાવળ યોગી હોવાનું જાણવા મળ્યું છે અને તેમના સગા સબંધી પણ શિહોરી પહોંચી ગયા હતાવહેલી સવારે 6 વાગ્યા નો બનાવક્રેનની મદદથી જીપ ડાલુ નંબર Gj.02xx7122 નેહટાવી ટ્રાફિક ખુલ્લું કરવામાં આવ્યું હતું અને મૃતદેહ ને પી.એમ.માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જીપ ડાલામા ઘઉં નું ભકકુ ભરેલું હતું અને પંચર થતાં ઉભું રાખીને ટાયર બદલતાં હતા તે દરમિયાન પાસળ થી આવી રહેલા ટ્રેઇલર એ ટક્કર મારી હતી અને બે લોકોના ઘટના સ્થળે મોત નિપજયા હતા. શિહોરી psi જેઠવા એ વધુ તપાસ હાથ ધરી. મૃતક (૧)રાવળ વિશાલભાઈ કાંતિભાઈ (૨)રાવળ પ્રવીણભાઈ નાનજીભાઈ બંને રહે.કાતરા તાલુકો. હારીજ.જિલ્લા. પાટણ ના રહેવાની હતા શિહોરી રતનપુરા પાસે ડિવાઈડર પાસે ટાયર પંચર થતાં બદલી રહ્યા હતા ત્યારે પાસળ થી આવી રહેલા ટ્રેઇલર એ જોરદાર ટક્કર મારી હતી ત્યારે બંને લોકોને ચગડી દીધા હતા ત્યારે આજુબાજુના લોકોને જાણ થતાં દોડી આવ્યા હતા અને શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ત્યારે શિહોરી psi પી.જે.જેઠવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી જોકે બંને મૃતદેહ શિહોરી સરકારી હોસ્પિટલમાં પી.એમ.માટે લઈ જવાયા હતા અને તેમના વાલીઓ ને પીએમ બાદ પોતાના વતન માં લઇ જવા રવાના થયા હતા જોકે આવી ઘટના ને લઈ મૃતકના કુટુંબ માં શોકનો માહોલ સર્જાયો હતોઆ બાબતે શિહોરી પોલીસ મથકે અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ટ્રેઇલર નંબર Rj.14.Gk.1322 કબ્જે કઈ કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર
અરૂણસિંહ વાઘેલા
કાંકરેજ

Related posts

બાબરામા જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા ગણપતિ ઉત્સવની શુભ શરૂઆત

Gujarat Darshan Magrol

ખંભાળિયા તા.૩૦/૦૩/૧૯

🅱reaking…. વીરપુર:- તા:-13.3.2019

ટિપ્પણી મૂકો