Gujarat Darshan Samachar
અન્ય

પોરબંદર તા.26.6.2019

પ્રેસનોટ તા.26/6/2019

ઓડદર ખાતે મંથન સ્કૂલમાં યોજાઈ ફાયર બ્રિગેડની મોકડ્રિલ

આકસ્મિક બનાવો વખતે ફાયર બ્રિગેડની કામગીરીથી વિધાર્થીઓને માહિતગાર કરાયા

થોડા દિવસ અગાઉ સુરતના ટ્યુશન ક્લાસમાં લાગેલી આગમાં કેટલાય નિર્દોષ વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઉપરાંત અન્ય કેટલાય આકસ્મિક બનાવોમાં પણ અનેક લોકોના મૃત્યુ અને ઇજાઓ થઈ રહી છે ત્યારે આ સમગ્ર ઘટનાઓ કેવી રીતે નિવારી શકાય અને જો કોઈ આકસ્મિક ઘટના બને તો તેમાથી કેવી રીતે હેમખેમ બહાર નીકળી શકાય તે માટે ઓડદર નજીક આવેલ મંથન સ્કૂલમાં ફાયર બ્રિગેડની એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રિલના માધ્યમથી વિદ્યાર્થીઓને આકસ્મિક બનાવો વખતે કેવી રીતે બચાવ અને રાહત કામગીરી કરી શકાય તથા આવા સમયે ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં પ્રાથમિક પગલાં કેમ લેવા જોઈએ તેનું પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવ્યું હતું. આગ લાગે અથવા કોઈપણ કુદરતી આફત સમયે લોકોને બચાવવા કેવી રીતે મદદરૂપ બની શકીએ તે પણ આ મોકડ્રિલમાં સમજાવવામાં આવ્યું હતું.
આમ કુદરતી આફત વખતે માત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમની ઉપર જ જવાબદારી નાંખવા કરતા આપણે પોતે પણ તેમાં શુ મદદરૂપ થઈ શકીએ તેમ છે તે સમજવું એક જવાબદાર નાગરિક તરીકે આપણા સૌની પણ ફરજનો એક ભાગ છે.
આથી વિદ્યાર્થીઓમાં આકસ્મિક બનાવો વખતે તેના નિવારણ માટેના ઉપાયો અને બચાવ કામગીરીનું જ્ઞાન વધે અને તેના માધ્યમથી આ વિદ્યાર્થીઓ પણ સ્વબચાવ કામગીરી કરી શકે અને અન્ય લોકોને પણ મદદરુપ બની શકે તે માટે આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોકડ્રિલના આ આયોજનમાં મદદરૂપ બનવા બદલ ચીફ ઓફિસર પોરબંદર નગરપાલિકા, ફાયર બ્રિગેડ ઓફિસરની ટીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો મંથન સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી લાખણશી ગોરાણીયાએ આભાર માન્યો હતો.

રિપોર્ટર
લીલુ મોઢવાડિયા
શ્રી ગુજરાત દર્શન સમાચાર
પોરબંદર બ્યુરો ચીફ

Related posts

જૂનાગઢ માંગરોળ માં આવેલા સકરાણા ગામ ના વોકરા માંથી મળી આવ્યું નવજાત શિશુ નું મૃત દેહ

Gujarat Darshan Magrol

રાજુલા 29.5.2019

લાખણી માં આજે ભાજપ ની પદયાત્રા;લાખણી થી ગેળા હનુમાનજી ના મંદિર સુધી પદયાત્રા

Gujarat Darshan Magrol

ટિપ્પણી મૂકો