જેમાં તમામ શ્રમિકોની નોંધણી કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં આવેલી 10 હજાર કંપનીના 5 લાખ શ્રમિકોની નોંધણી કરવાની પ્રક્રિયા શરુ કરી છે. જેથી ગંભીર ગુનાને અટકાવી શકાશે.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બનેલા ગંભીર ગુનાની તપાસમા સામે આવ્યું છે કે, અન્ય રાજ્યમાથી રોજગારી મેળવવા આવેલા શ્રમિકો ગંભીર ગુનાને અંજામ આપી અન્ય રાજ્યમાં ફરાર થઈ જાય છે. પરંતુ તેમની પુરતી માહિતી પોલીસ પાસે ન હોવાથી તેમને સોધવા અને પકડવા મુશ્કેલ બનતુ હોય છે. માટે જ ગ્રામ્ય પોલીસે એક નવુ પોર્ટલ શરુ કર્યું છે. જેના લોગઈન આઈડી કંપની અને લેબર કોન્ટ્રાક્ટરોને આપવામાં આવશે.
તેઓ પોતાના તમામ શ્રમિકોના નામ, મુળ વતનના સરનામા , હાલનુ સરનામુ અને પુરાવા સાથે એક આઈડી તૈયાર કરવામાં આવશે, જેથી તમામ શ્રમિકોની માહિતી પોલીસ પાસે મળી રહે, અમદાવાદ ગ્રામ્યમાં અંદાજીત 10 હજાર જેટલી નાની મોટી કંપનીઓ આવેલી છે. જેમાં ગુજરાત અને અન્ય રાજ્યના 5 લાખ જેટલા શ્રમિકો રોજગારી મેળવે છે. પરંતુ આ શ્રમિકો ક્યારે કયાં નોકરી કરે છે. તેની કોઈ માહિતી પોલીસ પાસે હોતી નથી ઉપરાંત કોઈ શ્રમિક ગુમ થાય કે કોઈ બનાવમાં સંડોવાય ત્યારે પોલીસ માટે સૌથી મોટો પડકાર એ હોય છે કે, આવા શ્રમિકોની પુરતી માહિતી પોલીસ પાસે નથી હોતી, જેથી તેમને શોધવા કે ગુનાના કામે ઝડપી લેવા મુશ્કેલ બને છે. જેથી પોલીસે આ પોર્ટલની શરુઆત કરી છે.
જે આગામી સમયમાં કલેક્ટરનુ જાહેરનામુ બહાર પાડી તમામ કંપની અને લેબર કોન્ટ્રાક્ટર માટે ફરજિયાત કરવામાં આવશે. અને જો કોઈ ખોટી માહિતી ઉભી કરશે તો કાર્યવાહી તેમની વિરુધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે, જેથી પોલીસને સાચી અને સચોટ માહિતી મળી રહે ઉપરાંત વિસ્તારમાં બનતા ગુના પણ અટકાવવામાં મદદ મળી રહેશે.