Gujarat Darshan Samachar
News

બાળકોમાં જોવા મળે આ 5 લક્ષણો તો થઇ શકે છે 1 ગંભીર બીમારી, પેરેન્ટ્સ રહો સતર્ક

ડાયાબિટીસ હવે મોટી ઉંમરના લોકોને થતી બીમારી નથી રહી. તે બાળકો અને ટીનેજર્સને પણ પ્રભાવિત કરી શકે છે. તેથી જરૂરી છે કે, માતા પિતા પોતાના બાળકોમાં શરૂઆતી લક્ષણો પર ધ્યાન આપે.

ડોક્ટર અનુસાર, આ એક ઓટોઇમ્યૂન બીમારી છે, જેમાં શરીરની ઇમ્યૂન સિસ્ટમ પેનક્રિયાઝમાં ઇન્સ્યૂલિન બનાવતી કોશિકાઓને પ્રભાવિત કરે છે. આ પ્રકારે ડાયાબિટીસ પર આહાર અથવા જીવનશૈલી પર કોઇ પ્રભાવ નથી પડતો. આ ડાયાબિટીસ અચાનક પ્રગટ થાય છે અને દર્દીને આજીવન ઇન્સ્યૂલિન લેવાની જરૂર પડે છે.આ ડાયાબિટીસ પહેલાં માત્ર વયસ્કોમાં જ જોવા મળતી હતી, પરંતુ આજકાલ ટીનેજર્સને પણ ટાઇપ 2 ડાયાબિટીસની બીમારી થઇ રહી છે. જેનું કારણ અયોગ્ય આહાર, શારિરીક ગતિવિધિની ઉણપ અને મેદસ્વિતા હોઇ શકે છે. જે બાળકોના પરિવારમા ડાયાબિટીસનો ઇતિહાસ છે, તેઓને પણ આ બીમારી થઇ શકે છે. સમયથી પહેલાં કિશોરાવસ્થામાં પહોંચતા અથવા પીસીઓએસથી પીડિત બાળકોને તેનું જોખમ વધુ રહે છે.

એક અન્ય પ્રકારની ડાયાબિટીસ મોનોજેનિક ડાયાબિટીસ હોય છે, જેને મોડી કહેવામાં આવે છે. તેનું કારણ એક જીન મ્યૂટેશન હોય છે. આ પ્રકારના શુગરના કેસ પરિવારમાં એક પેઢીથી બીજી પેઢીમાં જાય છે. પરંતુ આ માટે ઇન્સ્યૂલિનની જરૂર નથી પડતી. આ સિવાય ડ્રગ ઇન્ફ્યૂઝ્ડ ડાયાબિટીસ અને નિયો નેટલ ડાયાબિટીસ પણ હોય છે, જે વિશેષ મેડિકલ કારણોથી થઇ શકે છે.

બાળકોમાં ડાયાબિટીસના લક્ષણો સામાન્ય હોય છે- જેમ કે, વારંવાર યુકિન, રાત્રી સૂતી વખતે પથારી ભીની કરવી, વધારે પડતી તરસ લાગવી, થાક, વજનમાં ઘટાડો, વારંવાર ઇન્ફેક્શન, ત્વચા પર ઘટ્ટ ડાઘ વગેરે. શિશુઓમાં આ લક્ષણોનો અંદાજ માત્ર વધારે પડતા ભીના ડાયપર અને ધૂ પીવરાવવામાં પરેશાનીથી લગાવી શકાય છે.

Related posts

સૈફ પર હુમલો કરનાર શરીફુલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, ફોરેન્સિક રિપોર્ટ બાકી

gujaratdarshansamachar2018

આ શરદ નવરાત્રી પર ક્યા વાહન પર થશે માતાનું આગમન, કેવો રહેશે તેનો પ્રભાવ?

આ સપ્તાહે મંગળ ગોચરથી મેષ- કર્ક સહિત 5 રાશિની કિસ્મત ચમકશે, વિચારેલાં કાર્યો થશે પૂર્ણ

Leave a Comment