Gujarat Darshan Samachar
News

આ શરદ નવરાત્રી પર ક્યા વાહન પર થશે માતાનું આગમન, કેવો રહેશે તેનો પ્રભાવ?

શરદ નવરાત્રીનો આરંભ 22 સપ્ટેમ્બરથી થશે. માતા દુર્ગા ભક્તોને આશીર્વાદ આપવા આવી રહી છે, આ નવરાત્રી અત્યંત ખાસ છે કારણ કે, નવરાત્રી દસ દિવસની રહેશે.

આ મહિને શરદ નવરાત્રીનો આરંભ થવા જઇ રહ્યો છે. માતા દુર્ગા ભક્તોને આશીર્વાદ આપવા માટે 22 સપ્ટેમ્બરથી આવી રહી છે. માતા દુર્ગાના ભક્તો આ દિવસો દરમિયાન તેમની આરાધના કરે છે. આ વર્ષે નવરાત્રી દસ દિવસની રહેશે. શરદ નવરાત્રીના પ્રથમ દિવસે માતા જે વાહનમાં બિરાજમાન થઇને આવે છે, તે હિસાબથી અનુમાન લગાવવામાં આવે છે કે, આવનાર વર્ષ કેવું રહેશે.

શ્રીમદ ભાગવત મહાપુરાણ અનુસાર, દેવીનું આગમન અને પ્રસ્થાન નવરાત્રી આરંભ અને સમાપન થવાના દિવસના હિસાબે થાય છે. આ વર્ષે નવરાત્રીની શરૂઆત 22 સપ્ટેમ્બર, સોમવારના રોજ થઇ રહી છે અને નવરાત્રીનું સમાપન વિજયાદશમી 2 ઓક્ટોબરના રોજ થશે.શ્રીમદદેવી ભાગવત મહાપુરાણના આ શ્લોક અનુસાર, જ્યારે રવિવાર અને સોમવારના દિવસે માતાનું આગમન થાય છે તો માતાનું વાહન હાથી હોય છે. આ વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ માતા દુર્ગાનું આગમન હાથીથી થઇ રહ્યું છે. જ્યારે માતા હાથી પર સવાર થઇને આવે છે તો તેને અત્યંત શુભ ગણવામાં આવે છે. માતાના હાથી પર આગમનથી વરસાદ સારો રહે છે, કૃષિમાં વૃદ્ધિ થાય છે અને દૂધનું ઉત્પાદન વધે છે. સાથે જ દેશમાં ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. શનિવાર અને મંગળવારે માતાનું આગમન ઘોડી પર થાય છે, એવામાં સરકારને પદ પરથી હટવું પડે છે. ગુરૂવાર અને શુક્રાવરના રોજ માતાનું આગમન ખટોલા પર થાય છે. એવામાં પ્રજામાં લડાઇ-તણાવ અને કોઇ મોટી દુર્ઘટનાના સંકેત મળે છે. બુધવારે માતા નૌકા પર સવાર થઇ આવે છે, એવામાં માતા ભક્તોને દરેક પ્રકારની સુખ સુવિધાઓ આપે છે.

Related posts

દસ લાખથી વધુએ લીધી પ્રતિજ્ઞાઃ OPPO F29 Series અને #ZindagiKeRealHeroes પહેલ ભારતના રોજિંદા હિરોઝને સેલિબ્રેટ કરે છે

gujaratdarshansamachar2018

આ સપ્તાહે મંગળ ગોચરથી મેષ- કર્ક સહિત 5 રાશિની કિસ્મત ચમકશે, વિચારેલાં કાર્યો થશે પૂર્ણ

સૈફ પર હુમલો કરનાર શરીફુલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, ફોરેન્સિક રિપોર્ટ બાકી

gujaratdarshansamachar2018

Leave a Comment