એપલ ઇવેન્ટની ખાસ વાત એ છે કે માત્ર iPhone જ નહીં, એપલ વોચ, એરપોડ્સ અને નવી એસેસરીઝ પણ લોન્ચ કરવામાં આવે છે. આ વખતે આ સીરીઝમાં ચાર મોડલ iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max સામેલ હશે Apple ની વાર્ષિક ‘Awe Dropping’ ઇવેન્ટ શરૂ થવામાં માત્ર થોડો સમય બાકી છે. વિશ્વભરના ટેક પ્રેમીઓ માટે આ ઇવેન્ટ ખૂબ જ ખાસ છે. કંપની દર વર્ષે પોતાના લેટેસ્ટ આઇફોન સિરીઝ લોન્ચ કરે છે, પરંતુ આ વખતે ઇવેન્ટ ખૂબ જ ખાસ છે. આ વખતે આઇફોનની સાથે, એપલની પ્રોડક્ટ લાઇનઅપ પણ ખૂબ જ ખાસ હશે. જો તમે આ ઇવેન્ટને લાઇવ જોવા માંગતા હો તો અહીં અમે તમને તારીખ-સમય, કેવી રીતે અને ક્યાં જોઈ શકો છો તેની માહિતી આપી રહ્યા છીએ.
આ ઇવેન્ટનું આયોજન કેલિફોર્નિયાના ક્યુપર્ટિનોના એપલ પાર્ક (Apple Park, Cupertino, California) ખાતે યોજાશે. આ લોન્ચ ઇવેન્ટ ભારતમાં 9 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે.9 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:30 વાગ્યે શરૂ થનારી આ ઇવેન્ટને એપલ ટીવી, કંપનીની સત્તાવાર વેબસાઇટ અને સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરી શકાય છે. આનો અર્થ એ છે કે તમે આ ઇવેન્ટને તમારા ઘરેથી આરામથી લાઇવ જોઈ શકશો.
આ વખતે આ સીરીઝમાં ચાર મોડલ (iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max) સામેલ હશે. એપલની સ્ટ્રેટેજીમાં મોટો ફેરફાર Air વેરિઅન્ટને લાઇનઅપમાં સામેલ કરીને પ્લસ મોડલને દૂર કરવાનો છે.એરપોડ્સ Pro 3 પણ આ ઇવેન્ટમાં લોન્ચ થવાની સંભાવના છે. કંપની અપગ્રેડ તરીકે તેના ચાર્જિંગ કેસને ટૂંકાવી રહી છે. સાથે જ ઇયરબડ્સની ડિઝાઇનમાં પણ થોડો ફેરફાર કરી શકાય છે.
આ ઇવેન્ટની ખાસ વાત એ છે કે આ ઇવેન્ટમાં માત્ર iPhone જ નહીં, એપલ વોચ, એરપોડ્સ અને નવી એસેસરીઝ પણ લોન્ચ કરવામાં આવે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે આઇફોનની 17 સીરીઝ સાથે એપલ પોતાની વૉચ સીરીઝ 10 અને નવા એરપોડ્સ પ્રો ને રજૂ કરી શકે છે.