Gujarat Darshan Samachar
Breaking News

એમેઝોનના વેરહાઉસ પર દરોડા, અંદાજે 1 હજાર વસ્તુઓ જપ્ત કરાઈ

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ સોહના નજીક એમેઝોનના વેરહાઉસ પર દરોડા પાડ્યા. ગુણવત્તા નિયંત્રણના આદેશોનું ઉલ્લંઘન કરીને લગભગ એક હજાર વસ્તુઓ જપ્ત કરવામાં આવી. જપ્ત કરાયેલી વસ્તુઓમાં રમકડાં, એલ્યુમિનિયમ ફોઇલ, સ્ટેનલેસ સ્ટીલ બોટલ વગેરેનો સમાવેશ થાય છે. BISએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ આવા દરોડા પાડવામાં આવશે.

ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોનનો ઉપયોગ હવે મોટા શહેરોની સાથે નાના શહેરોમાં પણ વ્યાપકપણે થઈ રહ્યો છે. બજાર દર કરતા ઓછા ભાવે ઘરેથી ખરીદી કરવાથી ઈ-કોમર્સ કંપનીઓ દરેક માટે સુલભ બની ગઈ છે. પરંતુ ઘણી વખત ડિલિવર કરાયેલ ઉત્પાદન મોબાઇલ પર જોવા મળતી ઉત્પાદન કરતા અલગ હોય છે. આવી ઘણી ફરિયાદો અગાઉ પણ મળી છે. જે બાદ હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ની ટીમ એમેઝોનના વેરહાઉસ પર દરોડા પાડી રહી છે.

જપ્ત કરાયેલી વસ્તુઓમાં રમકડાં, એલ્યુમિનિયમ ફોઇલ, સ્ટેનલેસ સ્ટીલની પાણીની બોટલો, વાયરલેસ માઇક્રોફોન, સ્પોર્ટ્સ શૂઝ વગેરેનો સમાવેશ થાય છે. ડિરેક્ટર વિભા રાનીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ આવા જ દરોડા ચાલુ રહેશે.બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એ રાષ્ટ્રીય ધોરણો સંસ્થા છે. જે BIS કાયદા હેઠળ ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય ધોરણો નક્કી કરવા અને અનુપાલન મૂલ્યાંકન યોજનાઓ લાગુ કરવા માટે ફરજિયાત છે.

આ પહેલા પણ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ એમેઝોન અને ફ્લિપકાર્ટના વેરહાઉસ પર મોટા પાયે દરોડા પાડ્યા હતા અને યોગ્ય ગુણવત્તા પ્રમાણપત્ર ન ધરાવતા હજારો ઉત્પાદનો જપ્ત કર્યા હતા.

Related posts

આખી ગેમ સેટ, ભારત ચીન સાથે મળીને કરશે કામ, આ રીતે શેરબજાર ફરી ચમકશે

gujaratdarshansamachar2018

સીબીએસઇ બોર્ડ પરીક્ષા 2026 માટે 9 સપ્ટેમ્બરથી ભરાશે પ્રાઇવેટ ફોર્મ, જાણો કોણ અરજી કરી શકે છે?

લાલબાગચા રાજા વિસર્જન માટે 20 કલાકમાં માત્ર 8 કિમીનું અંતર કેમ કાપે છે ?

gujaratdarshansamachar2018

Leave a Comment