Gujarat Darshan Samachar
News

દસ લાખથી વધુએ લીધી પ્રતિજ્ઞાઃ OPPO F29 Series અને #ZindagiKeRealHeroes પહેલ ભારતના રોજિંદા હિરોઝને સેલિબ્રેટ કરે છે

OPPOના #ZindagiKeRealHeroes કેમ્પેઇને આખા દેશમાં એક આંદોલનની શરૂઆત કરી છે- જેમાં દસ લાખથી વધુ ભારતીયો આપણાં રોજિંદા જીવનના ગુમનામ નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા કરવામાં આવ્યા છે. આ ભાવનાત્મક અને પ્રભાવશાળી પહેલે ગિગ ઇકનોમી વર્કર્સ- ડિલિવરી એક્ઝિક્યૂટિવ્સ, કેબ ડ્રાઇવર્સ, સર્વિસ પ્રોફેશનલ્સ- તેઓને સ્પોટલાઇટમાં લાવે છે અને તેઓના અથાગ સમર્પણને ઓળખ આવે છે ઉપરાંત દેશને આગળ ધપાવતા રિયલ હિરોઝ તરીકે સન્માનિત કર્યા છે.

એક્ટર સોનૂ સૂદ દ્વારા એક ભાવપૂર્ણ વીડિયો સાથે શરૂ કરેલા OPPOના #ZindagiKeRealHeroes અભિયાને આખા દેશમાં ઉંડી ભાવનાત્મકતા જગાવી છે- એક સાધારણ શ્રદ્ધાંજલિને એક શક્તિશાળી, રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં પરિવર્તિત કરી દીધું. ગીગ વર્કર્સની લવચિકતા અને સમર્પણનો ઉત્સવ ઉજવતા, આ અભિયાને દસ લાખથી વધુ નાગરિકોને ઓળખ આપવા, સન્માન આપવા અને તેઓનું સમર્થન કરવા માટે ડિજીટલ પ્રતિજ્ઞા લેવા માટે પ્રેરિત કર્યા. વ્યક્તિગત કહાનીઓ શૅર કરવાથી લઇને સ્થાનિક ચેમ્પિયન્સની સાથે સેલ્ફી પોસ્ટ કરવા સુધી, આખા ભારતમાં લોકો આભારની સામૂહિક લહેરમાં એક સાથે આવ્યા, જેને માન્યતાને એક આંદોલનમાં પરિવર્તિત કરી દીધી.

આ અભિયાને દિલથી ભાગીદારીની લહેર પેદા કરી, કારણ કે દેશના દરેક ખૂણાથી લોકો ગિગ વર્કર્સને સન્માનિત કરવા માટે આગળ આવ્યા, જેઓ તેમના રોજિંદા જીવનને પ્રભાવિત કરે છે- ડિલિવરી પાર્ટનર, રાઇડ હેલિંગ ડ્રાઇવર, સર્વિસ પ્રોવાઇડર્સ અને ઘણાં બધા. સમર્પિત માઇક્રોસાઇટ અને સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલી સેલ્ફી, કહાનીઓ અને ડિજીટલ પ્રતિજ્ઞાઓના માધ્યમથી #ZindagiKeRealHeroes એક અભિયાથી આગળ કૃતજ્ઞતાની રાષ્ટ્રવ્યાપી અભિવ્યક્તિ બની ગયું. ઘણીવાર ક્ષણભંગુર ટ્રેન્ડથી પ્રેરિત દુનિયામાં આ એક એવા આંદોલન તરીકે સામે આવ્યું જેનાથી રોજિંદી પ્રસંશાને એક સ્થાયી રાષ્ટ્રીય ભાવનામાં પરિવર્તિત કરી.

Related posts

બાળકોમાં જોવા મળે આ 5 લક્ષણો તો થઇ શકે છે 1 ગંભીર બીમારી, પેરેન્ટ્સ રહો સતર્ક

આ શરદ નવરાત્રી પર ક્યા વાહન પર થશે માતાનું આગમન, કેવો રહેશે તેનો પ્રભાવ?

આ સપ્તાહે મંગળ ગોચરથી મેષ- કર્ક સહિત 5 રાશિની કિસ્મત ચમકશે, વિચારેલાં કાર્યો થશે પૂર્ણ

Leave a Comment