સામાન્ય રીતે ઘરમાં ખોરાક વધે તો લોકોને તે ફેંકી દેવાની આદત હોય છે. તો કેટલીક સ્માર્ટ ગૃહિણી ભોજન બાદ વધેલા ખોરાકનો સ્માર્ટ ઉપયોગ કરે છે. એટલે કે તેઓ આ ભોજન જરૂરિયાતમંદને આપે છે. તો કયારેક વઘેલા ભોજનમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. કોઈ કારણસર ભોજન બાદ રોટલી વધુ બચે તો તેનો તમે ઉપયોગ કરી શકો છો. તમને વાસી રોટલીમાંથી ટેસ્ટી વાનગી બનાવવાની ટિપ્સ શેર કરી રહ્યા છીએ.
વાસી રોટલીમાંથી તમે વેજ રોલ્સ બનાવી શકો છો. આ વાનગી ટેસ્ટી તો હશે જે સાથે સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે. આ ટીપ્સ જાણ્યા બાદ તમારે વધેલી રોટલી ફેંકવાની બિલકુલ જરૂર પડશે નહી. વેજ રોલ્સ બનાવવા તમે ટેસ્ટ મુજબ મનગમતા શાકભાજીને ઉપયોગમાં લઈ શકો છો. આવો જાણીએ વાસી રોટલીમાંથી વેજ રોલ્સ કેવી રીતે બનાવવા. તમારે વાસી રોટલીમાંથી વેજ રોલ્સ બનાવવા ડુંગળી, કેપ્સિકમ, પનીર, ગાજર, ચટણી, લીલી ચટણી, ઓરેગાનો, મરચાંના ટુકડા, મીઠું અને દેશી ઘી અથવા વટાણા સહિતની સામગ્રીની જરૂર પડશે.
વેજ રોલ્સ બનાવવા માટે, સૌપ્રથમ ડુંગળી અને લીલા મરચાં કાપી લો અને ગાજરને છીણી લો. આ પછી, આ શાકભાજીને એક બાઉલમાં નાખો અને તેમાં પનીરના નાના ટુકડા, ઓરેગાનો, લીલી ચટણી, મરચાંના ટુકડા, મીઠું નાખીને સારી રીતે તૈયાર કરો. ત્યારબાદ ગેસ પર નોનસ્ટીક પેન મૂકો ઘી અથવા માખણ લગાવો. પછી વાસી રોટલીને બંને બાજુથી સારી રીતે શેકો. ત્યારબાદ આ રોટલી પર લીલી ચટણી અથવા સોસ લગાવી રેડી કરેલ તૈયાર શાકભાજીનું મિશ્રણ ફેલાવી તેને રોલની જેમ તૈયાર કરો. તૈયાર થઈ ગયા વાસી રોટલીમાંથી સ્વાદિષ્ટ વેજ રોલ. બાળકોથી લઈને મોટાઓને પણ આ બ્રેકફાસ્ટ વધુ પસંદ આવશે.