અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી. આ ઘટનાના 15 દિવસ બાદ સ્કૂલના પ્રથમવાર CCTV સામે આવ્યા છે.
અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી. આ ઘટનાના 15 દિવસ બાદ સ્કૂલના પ્રથમવાર CCTV સામે આવ્યા છે. જે સાથે હવે શાળાએ તેમની બેદરકારી ન હોવાનો ફરીથી દાવો કર્યો છે.
મૃતક વિદ્યાર્થી નયન ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો જોવા મળે છે. બપોરે 12:53 કલાકે પીળા કલરની ટીશર્ટ અને વ્હાઈટ પેન્ટમાં નયન જ્યાં ઇજા પહોંચી એ પેટના ભાગને હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળે છે. જોકે થોડીવાર બાદ નયન ઢળી પડતાં આસપાસમાં વિદ્યાર્થીઓનું ટોળું ભેગું થઈ જાય છે.લોકો ત્યાં ઊભાં ઊભાં માત્ર બધું જોઈ રહ્યા હતા. સિક્યુરિટી ગાર્ડનું આ બાબતે ધ્યાન પડ્યું. અને તેણે સુપરવિઝરને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ નયનની માતા અને અન્ય એક મહિલા ત્યાં આવી પહોંચે છે અને બપોરે 1:01 વાગ્યે વિદ્યાર્થીઓની મદદથી નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતાં પણ જોવા મળી રહ્યાં છે. માતા અને અન્ય એક મહિલા સાથે સ્કૂલના એક હેડમાસ્ટર પણ સરદાર પટેલ હોસ્પિટલ ગયાનો દાવો કરાઈ રહ્યો છે.
તેવામાં બપોરે જ 1 વાગ્યાને 11 મિનિટે 108 એમ્બ્યૂલન્સ પણ શાળા પર પહોંચી હતી. પરંતુ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ માતા નયનને સારવાર માટે લઈ ગયા હતા. વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડી દેવાયો હોઈ બપોરે 1:12 કલાકે એમ્બ્યુલન્સ પરત ફરી હતી. તો સમગ્ર મામલે સ્કૂલ સંચાલકો નયનને તાત્કાલિક સ્કૂલની ગાડીમાં સારવાર માટે ન લઈ ગયાના આક્ષેપો ઉઠ્યા છે. નયનને જો ગોલ્ડન અવર્સમાં સારવાર મળી હોત તો તે બચી શક્યો હોત તેવો પણ દાવો થઈ રહ્યો છે.
તેવામાં CCTV સામે આવ્યા બાદ TV9 સાથેની ટેલિફોનિક વાતચીતમાં DEOનું કહેવું છે કે CCTVમાં શાળાની બેદરકારી સ્પષ્ટ દેખાઈ છે. આવી ઘટનામાં સમયસૂચકતા વાપરી ત્વરીત પગલાં લેવા જરૂરી છે. આ સાથે જ DEOએ દાવો કર્યો કે બેદરકારી બદલ શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.