સીબીએસઇ દ્વારા વિષયવાર યોજના પણ બહાર પાડવામાં આવી છે, જેમાં થિયરી અને પ્રેક્ટિકલ માર્ક્સ, કુલ માર્ક્સ અને લઘુત્તમ પાસિંગ સ્ટાન્ડર્ડ (33 ટકા)ના વિભાજનનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સીબીએસઇ (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) એ 2026 માં યોજાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપનારા ઉમેદવારો માટે પરીક્ષા ફોર્મ સબમિટ કરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન મુજબ, ફોર્મ ભરવાની પ્રક્રિયા 9 સપ્ટેમ્બર 2025 થી શરૂ થશે, જેમાં વિદ્યાર્થીઓને ખાનગી, જરૂરી પુનરાવર્તન, કમ્પાર્ટમેન્ટ અને પરફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ કેટેગરી હેઠળ નોંધણી માટે પૂરતો સમય મળશે.
બોર્ડે આ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓને દરેક વિષયની થિયરી અને પ્રેક્ટિકલમાં પાસ થવા માટે 33 ટકા માર્ક્સની જરૂર હોય છે. સીબીએસઇ એ વિષયવાર યોજના પણ બહાર પાડી છે, જેમાં થિયરી અને પ્રેક્ટિકલ માર્ક્સ, કુલ માર્ક્સ અને લઘુત્તમ પાસિંગ સ્ટાન્ડર્ડ (33 ટકા)ના વિભાજનનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ધોરણ 10 અને 12 બંને માટે અલગ અલગ પરંતુ સમાન નોટિસ જરી કરવામાં આવી છે, જેથી તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ સ્પષ્ટ માહિતી મેળવી શકે. આ પગલાથી હજારો વિદ્યાર્થીઓ માટે રાહત થશે જેઓ પરીક્ષા ફરીથી મેળવવા, તેમના ગુણ સુધારવા અથવા અધૂરી પરીક્ષા પૂર્ણ કરવા માંગે છે.