ડીસા સ્ત્રી સમાજ દ્રારા કરવામાં આવેલ વૃક્ષારોપણ
ચોમાસાની ૠતુમાં ચારેબાજુ વૃક્ષારોપણ કાર્યક્રમ થઈ રહેલ છે ત્યારે ડીસાની ખૂબ જ સક્રિય અને સેવાભાવી સંસ્થા સ્ત્રી સમાજ દ્રારા પણ પશુ ચિકિત્સાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ દ્રારા વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં.
આ પ્રેરણાદાયી અવસરે સંસ્થાનાં પ્રમુખ ડો.કિશોરીબેન પટેલ, મંત્રી દીપીકાબેન ખત્રી,ઉપપ્રમુખ નીમાબેન અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન પન્નાબેન વ્યાસ, જયનાબેન શાહ,રાનીબેન ઠકકર,સક્રિય સભ્યો ભારતીબેન શાહ, નમ્રતાબેન માંકડ,ત્રિગુણાબેન મંડોરા,પારૂલબેન પટેલે ખાસ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું.
વૃક્ષારોપણ વખતે જાણીતા સમાજ સેવકો નાથાલાલ બ્રહ્મક્ષત્રિય તેમજ ભગવાનભાઈ બંધુએ પણ ખાસ હાજર રહી માર્ગદર્શન તેમજ યોગદાન આપ્યું હતું.આ પ્રસંગે સંસ્થાનાં ખૂબ જ સક્રિય એવાં સદગત ભાનુમતીબેન નાથાલાલ ખત્રીનું પણ સ્મરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ