ગીર સોમનાથ જિલ્લાના ખજુદ્રા, સૈયદ રાજપરા તેમજ કોડીનાર,પીપળીમાં થયું વંદે ગુજરાત વિકાસયાત્રાનું આગમન
સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અર્પણ કરવાની સાથે જ યોજાયા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ
વંદે ગુજરાત વિકાસયાત્રાના બારમા દિવસે ગીર સોમનાથ જિલ્લાના ખજુદ્રા, સૈયદ રાજપરા તેમજ કોડીનાર અને પીપળીમાં વિકાસરથનું આગમન થયું હતું. તમામ ગામમાં વિકાસયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અર્પણ કરવાની સાથે જ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનોભાવો દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, વૃદ્ધ સહાય યોજના, આયુષ્માન કાર્ડ યોજના, વિધવા સહાય યોજના, ખેતીવાડી વીજ કનેક્શન વગેરેના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ૨૦ વર્ષનો વિશ્વાસ અને ૨૦ વર્ષનો વિકાસ એટલે વંદે ગુજરાત. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે વિકાસયાત્રાનું આયોજન કરાયું છે. આ વિકાસયાત્રામાં ગ્રામજનોએ ગુજરાતના વિકાસની ૨૦ વર્ષની અમૂલ્ય સફરને નિહાળી હતી અને વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ યોજનાઓ વિશેની માહિતી પણ મેળવી હતી.
રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ