પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં સોમવારે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ યોજાશે..
આંખના તમામ જરીયાત દર્દીઓને લાભ લેવા અનુરોધ..
પ્રાચી તીર્થ. યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે શ્રી સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ તથા દંત નિદાન કેમ્પ આગામી તારીખ ૧૮/૭/૨૨ ને સોમવાર ના રોજ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે રાખવામાં આવેલ છે. જેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના સેવાભાવી ડોક્ટરો તથા સ્ટાફ પોતાનું યોગદાન આપ છે આ વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ માં આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ બસમાં લઈ જઈ અત્યાધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરના સારામાં સારા સોફટ કોલ્ડેબલ લેન્સ નેત્ર મણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આવનાર દર્દીઓને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા-પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા મફત આપવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવા ની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે. દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ દ્વારા બધા જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત દરેક દર્દીને કોઇ પણ બીમારી હોય તો પણ તેની તકેદારી રાખીને તેનું નિદાન કરવામાં આવનાર છે. આ કેમ્પમાં આંખના દર્દીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા પત્રકાર જાદવ ભાઈ ચુડાસમા પ્રાચી તીર્થ મોબાઈલ નંબર ૯૯૭૮૫૨૩૧૮૨ પર સંપર્ક કરવા દર્દીઓને અનુરોધ કરાયો છે.આ કેમ્પમાં આવતાં તમામ દર્દીઓ ને સાથે આધારકાર્ડ લાવવાનું રહેશે.
રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ