આજરોજ યદુવંશી સોરઠીયા સમાજ વાડીમાં અંજાર ખાતે રાખડી સ્પેશિયલ એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું
જેમનું આયોજન નીતાબેન આહીર દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં 27 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત રીબીન કટ કરીને કરવામાં આવી હતી એમાં મુખ્ય અતિથિ અડીખમ આહિર મહિલા શક્તિ વીંગ ના કચ્છ જિલ્લા પ્રમુખ અસ્મિતા બલદાણીયા આહીર દ્વારા એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
સાથે મહેમાન તરીકે ડાહીબેન આહીર અરુણાબેન બલદાણીયા ,કંચનબેન આહીર,શ્રી બેન આહીર , ક્રિટીક જેઠવા , કૃપાબેન જોશી,યોગા ટ્રેનર વિરલ સર, નયનાબેન છોટારા ઉપસ્થિત રહ્યા હતા આ એક્ઝિબિશન ખૂબ જ અલગ અલગ શહેરથી અલગ અલગ ભરત વર્ક, હેન્ડીક્રાફ્ટ આઈટમસ,જ્વેલરી, તથા વધારે રાખડીઓ નું કલેક્શન જોવા મળ્યું હતું.આ આયોજન તારીખ 16 અને 17 જુલાઈ બે દિવસ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર