Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જૂનાગઢનાં વિસાવદરમાં તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક મળી સર્વાનુમતે હોદેદારોની નિમણૂક

જૂનાગઢનાં વિસાવદરમાં તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક મળી સર્વાનુમતે હોદેદારોની નિમણૂક

વિસાવદર તા. 17 જુલાઈ 2022 : ગુજરાતભરમાં પત્રકારો નાં સૌથી મોટા સંગઠ્ઠન એવાં પત્રકાર એકતા પરિષદના જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકા સમિતિની રચના માટે અંધશાળાના પરિસરમાં તાલુકાના પત્રકારોની એક બેઠક મળી હતી.
આજની ઔપચારિક બેઠકમાં જિલ્લા મથકેથી પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો પ્રદેશ મહામંત્રી – મુકેશભાઈ સખીયા, ઝોન 2 સહ પ્રભારી – વિનુભાઈ પુરોહિત, ઝોન કો ઓર્ડીનેટર – વિનોદભાઈ ચંદારાણા તથા જૂનાગઢ જિલ્લા મહામંત્રી – વલ્લભભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતા.
બેઠકમાં ઉપસ્થિત મહેમાનોને સ્થાનિક પત્રકાર પ્રતિનિધિ ઓએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ.ત્યારબાદ મહાનુભવોએ સંગઠ્ઠન વિશે જણાવેલ કે રાજ્ય, જિલ્લા લેવલે કાર્ય કરતી પત્રકાર એકતા પરિષદ પત્રકારોના હિતમાં કાર્ય કરતી સંસ્થા છે. સાથોસાથ સરકારશ્રી પાસે પત્રકારત્વ ક્ષેત્રે જૂની માગણીઓ મૂકેલી તે પૈકી ઘણી માગણીઓ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સ્વીકૃત કરેલ છે. આ ઉપરાંત દરેક પત્રકારો માટે વિનામૂલ્યે વિમા સુરક્ષા કવચ પૂરું પાડવા રાજ્ય પત્રકાર એકતા પરિષદ કટિબદ્ધ છે. તદુપરાંત પત્રકારત્વ ક્ષેત્રે ધ્યાનમાં રાખવા જેવી ઘણી બાબતોની વિસ્તૃત છણાવટ કરેલ.
વિસાવદર તાલુકા એકતા પત્રકાર પરિષદ કારોબારીની રચના કરતા સર્વ સંમતિથી પ્રમુખ તરીકે વરિષ્ઠ પત્રકાર અને વીરભૂમિ સાપ્તાહિકના એડિટર શાંતિભાઈ ગણાત્રાની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી .
સાથે જ પત્રકાર મિત્રોના સંકલનથી તાલુકા કારોબારીની સર્વાનુમતે રચના કરવામાં આવી. જેમાં જિલ્લા પ્રતિનિધિ – સી.વી.જોશી, તાલુકા ઉપપ્રમુખ – હરેશભાઈ મહેતા, ઉમેશભાઈ ઝાલાવાડીયા, મહામંત્રી – વિપુલભાઈ લાલાણી, સંગઠન મંત્રી – કેયુરભાઈ અભાણી, ચંદ્રકાંતભાઈ ચૌહાણ, સહમંત્રી – રાજુભાઈ ગોંડલીયા, આઇ.ટી. સેલ – મુકેશભાઈ રીબડીયા, સલાહકાર બોર્ડના સભ્ય – ગીજુભાઈ વિકમા સહિતનાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા અને મહાનુભવોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવેલ હતી.
નવ નિયુક્ત પ્રમુખશ્રી શાંતિભાઈ ગણાત્રાએ જણાવેલ કે આગામી સમયમાં જિલ્લા સાથે સંકલનમાં રહી, અને લોકશાહીમાં પત્રકારત્વની ગરિમા જળવાઈ રહે તેવા આપણા સૌના સહિયારા પ્રયત્નો રહેશે. પરિષદની કાર્યશૈલી મુજબ તમામ પત્રકાર મિત્રોને સહકાર આપવા અનુરોધ કરેલ હતો. અને આગામી શનીવારે યોજાનાર જીલ્લા અધિવેશનમાં તમામ મિત્રો સહિત હાજર રહેવા અને તમામ સહયોગ આપવાની ખાત્રી આપેલ હતી..

Related posts

છેલ્લા ચાર વર્ષથી ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના બે ગુનામાં નાસતા-ફરતા આરોપીને કચ્છના રાપર ગામેથી પકડી પાડતી જામનગર પેરોલ-ફર્લો સ્ક્વોડ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી કે.જે.ભોયે સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા, દરમ્યાન સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, નાઓને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર ધ્રોલ.પો.સ્ટે પાર્ટ સી નં (૧) ૦૨૫/૧૯ પ્રોહી ગુ.ર.નં કલમ ૬૫એઇ,૮૧,૧૧૬ (બી) ૯૮(૨) તથા (૨) ૦૨૬૮૧૯ પ્રોહી ગુ.ર.નં કલમ ૬૫એઇ,૮૧,૧૧૬ (બી)૯૮ (૨) વિગેરે ગુન્હામા નાસતો-ફરતો આરોપી માવજી બાબુ ગાંગાસ જાતે,કોળી રહે.સાઈ ગામ તા.રાપર જી,કચ્છ વાળો ઉપરોકત ગુન્હાઓ કર્યા બાદ નાસતો-ફરતો રહેલ હતો, જે આરોપી ને બાતમી આધારે કચ્છ જીલ્લાના રાપર તાલુકાના સાંઈ ગામેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ભરવાડ તથા પો.હેડ કોન્સ.લખધીરસિંહ જાડેજા,રાજેશભાઇ સુવા,કરણસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા,સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્લોચ,ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ.હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે

જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી દ્વારા ડી. આઇ. પાઇપલાઇન ફીટીંગ કામગીરીનું નિરીક્ષણ કરાયું

Gujarat Darshan Samachar

🌹🌹 આજે તા. 18 જુલાઈ ગાંધીધામના મહિલા પત્રકાર ભારતીબેન માખીજાણી નો જન્મદિવસ છે 🌹🌹

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़