જ્યુપીટર ફાઉન્ડેશન અંજાર ગ્રુપ દ્વારા ફનમેલા કાર્યક્રમ યોજાયો
જ્યુપીટર ફાઉન્ડેશન અંજાર ગ્રુપ દ્વારા ભાટીયા મહાજન વાડી મધ્યે *ફનમેલા* કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં કૂકિગ સ્પર્ધા , કુકીગ વર્કશોપ અને મ્યુઝિકલ હઉસી તથા રોજગાર લક્સી બહેનોને મદદરૂપ બની રહે અને તેમના રોજગારની જાહેરાત પણ થાય એવા હેતુથી તેઓને સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.
અંજાર શહેરની બહેનો નો હંમેશા સહકાર સાંપડયો જ છે, જેઓ મનોરંજન મેળવવા સાથે ફાઉન્ડેશન ને મદદરૂપ પણ બની રહેવા ના આશય થી દરેક કાર્યક્રમમાં બહોળી સંખ્યમાં ઉપસ્થિત રહે છે,જ્યારે આ કાર્યક્રમમાં તો ભારી વરસાદની આગાહી ની વચ્ચે પણ બહોળી સંખ્યામાં બહેનોની ની ઉપસ્થિત હતી.
કૂકિગ સ્પર્ધા માં જજ તથા ફૂકિંગ વર્કશોપની સમગ્ર સેવા ફાલ્ગુની બેન સોમૈયા,પિયુશા બેન ઠક્કર તેમજ ફાઉન્ડેશન ના ceo વૈસાલી બેન કતિરા એ આપી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રમુખશ્રી પિન્કી બેન કટ્ટા અને પૂજાબેન ટંડને કર્યું હતું, કાર્યક્રમ માં પ્રીતિબેન ઠક્કર,રીનાબેન સાંચલા,પૂજાબેન બારમેડા તથા અંજના બેન પોમલે સહયોગ આપ્યો હતો.
અતિથિ વિશેષમાં જ્યુપીટર ફાઉન્ડેશનના ફાઉન્ડર પ્રદીપભાઈ ભાનુશાલી, ceo સુનિતાજી દેવનાની, પિંકી બાગરેચા પ્રેસિડેન્ટ જુપીટર ફાઉન્ડેશન ગાંધીધામ, દીપા વજરાની, કાજલ મોટવાની,પારુલ સોની jvc ટ્રસ્ટ, જંખના કોટેચા કચ્છી લોહાણા યુવતી મંડળના પ્રેસિડન્ટ ઉપસ્થિત રહ્યા હતા.
ઇનામોના દાતા અતુલિત, ટીબિઝેડ તથા વી કે ટ્રીટ્સ તથા ધન્વન્તરિ હીલિંગ રહ્યા હતા.
*રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર*