મારામારી કરી ગંભી૨ પ્રકારની ઈજાઓ , રાયોટીંગ તથા મારી નાખવાની ધમકીનાં ગુનાઓમાં સંડોવાયેલ બે આરોપીઓને તડીપાર કરતીલોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ – કચ્છ ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફ્થી જિલ્લામાં શરીર સબંધી ગુનાઓ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. દ્વારા જિલ્લામાં મારામારી કરી ગંભીર પ્રકારની ઈજાઓ તથા રાયોટીંગ , મારી નાખવાની ધમકી જેવા શરીર સબંધી ગુનાઓ આચરનાર આરોપીઓ વિરૂધ્ધ લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય જેથી એલ.સી.બી. દ્વારા હદપારી દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને મ્હે . સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની કચેરી ભચાઉ મોકલી આપવામા આવેલ અને પ્રાંત કચેરી ભચાઉ તરફથી હદપા૨ી દરખાસ્ત મંજુર રાખી છ માસ માટે કચ્છ જિલ્લાની હદમાંથી હદપાર કરવાનાં હુકમો ઇશ્યુ કરતા એમ.એન.રાણા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. , શ્રી આર.આર.વસાવા પોલીસ ઈન્સપેક્ટર લાકડીયા તથા એલ.સી.બી. ટીમ દ્વારા બે ઈસમોને હદપાર હુકમની બજવણી કરી હદપાર કરવામાં આવેલ છે . અટકાયતીનું નામ ( ૧ ) વિક્રમનાથ નવીનનાથ જોગી ઉ.વ. ૨૪ રહે . શીવલખા ઓસવાળ વાસ ભચાઉ ઈન્દ્રજીતસિંહ કારૂભા જાડેજા ઉ.વ. ૨૫ રહે . શીવલખા દરબારવાસ તા.ભચાઉ
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા તથા લાકડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આર.આર.વસાવા તથા એલ.સી.બી.સ્ટાફ તથા લાકડીયા પોલીસ સ્ટેશન દ્વારા કરવામા આવેલ છે
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ