Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

અલેલે… ખેરાલુ શહેરમાં ગઘેડુ હડકાયું થયું અને ત્રણ ને ઈજાગ્રસ્ત કર્યા વડનગર સીવીલ મા દાખલ કરાયા…

 

ખેરાલુ શહેરમાં ખરીદ વેચાણ સંઘની બાજુમાં એક ગધેડું હડકાયું થતા લોકો ને બચકા ભરવા દોડતું હતું જેથી લોકો માં નાસ ભાગ મચી જવા પામ્યો હતી ત્યારબાદ મોડી રાત્રે ગઘેડા ને પકડી પાડતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો 

ખેરાલુ ના કવિ મનુભાઈ શ્રીમાળી પોતાની પત્ની ચંચળબેન શ્રીમાળી સાથે ચાલતા ઘર તરફ આવતા હતા ત્યારે એક ગઘેડા એ હડફેટે લીધા ચંચળબેન મનુભાઈ શ્રીમાળી નીચે પડી જતાં હડકાયા ગધેડાએ બચકાં ભરતા મનુભાઈ શ્રીમાળી એ બચાવવા બુમરાણ મચાવતા ખાડીયા ના મુસ્લિમ સમાજના યુવાનો દોડી આવતા હડકાયું ગઘેડૂ નાસી છુટયુ તેણે ખોખરવાડા અને બાળાપીરની દરગાહ આગળ બે જણ ને બચકાં ભરી ઇજા પહોંચાડી હોવાનું આને બાળાપીર દરગાહ આગળ લોકોએ આ ગધેડાને પકડી પાડ્યા હોવાનું જીતુભાઈ બારોટે જણાવ્યું હતું ખેરાલુ માં હડકાયા ગઘેડાએ બચકાં ભરેલ ત્રણ ને વડનગર સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં મહિલા ચંચળબેન મનુભાઈ શ્રીમાળી આશા વર્કર તરીકે ખેરાલુમાં ફરજ બજાવે છે તેમને પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તેવું ડૉક્ટરો એ જણાવ્યું હતું 

ખેરાલુ શહેર માં બેફામ રખડતી ગાયોનો પણ ખુબજ ત્રાસ છે જે દરરોજ કેટલાંક લોકોને ઈજાઓ પહોંચાડે છે આમ છતાં લોકો ચુપચાપ દવાખાને જાય છે નગરપાલિકા ગાયો પકડવાના અભિયાન થકી પૈસા કોને ચુકવે છે તે ચચા નો વિષય છે આમ નગરપાલિકાના પ્રમુખ હેમંત શુકલ સહિત કારોબારી ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિ અને ટીમ આવા બનાવો ન બને તે માટે જાગૃત બનશે કે કેમ તે એક પરશ્રનાથૅ છે

Related posts

સાવધાન : મેહુલ ટેલિકોમના શોરૂમ માથી મોબાઈલ ખરીદશો તો તમારા પૈસા ઓગળી જશે…

Gujarat Darshan Samachar

*આદિપુર ટ્રાફિક પોલીસ સ્ટાફની કામગીરી*

વાંકાનેર તાલુકા પીએસઆઇની રહેમ નજર હેઠળ દારૂની રેલમ છેલ…

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़