હાલ સમગ્ર ભારત દેશમાં “હર ઘર તિરંગા અભિયાન ” થકી દરેક ઘર, દુકાનો, હોસ્પિટલો , કચેરીઓ વગેરે જેવી જગ્યાઓ ઉપર તિરંગો લહેરાવી “આપણો તિરંગો આપણું ગૌરવ” સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે ત્યારે ખાનપુર ગ્રામ પંચાયતના સરપંચ, તથા ઉપ સરપંચ, તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો તરફથી 76 માં સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે …
15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજો નું શાસન હતું જે અનેક વિર બલીદાનીઓના બલીદાન થી ઇ.સ 1947 ની 15મી ઓગસ્ટના દિવસે ભારત દેશ અગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો તે દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે
આ દિવસે એક મોટા દેશ તરીકે આપણો ભારત દેશ સ્વતંત્ર થયો. ભારત ને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે ગાંધીજીએ અહિસંક સત્યાગ્રહ ની લડત કરી હતી તેમજ
જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાલગંગાધર તીલક, ભગતસિંહ સુખદેવ રાજગુરુ, ચંદ્ર શેખર આઝાદ, મૌલાના આઝાદ જેવા અનેક વીરોએ પોતાનુ જીવન રાષ્ટ્રની સેવામાં અર્પણ કરી દિધું હતું